ઉત્તરપ્રદેશ રાજ્યનાં હાથરસમાં એક દલિત યુવતી સાથે થયેલાં ગેંગરેપ તેમજ હત્યાનો મુદ્દો આખા ભારત દેશમાં ગાજી રહ્યો છે. તે સમયે ગુજરાત રાજ્યમાં પણ રેપ તેમજ ગેંગરેપની એક પછી એક ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા 10 દિવસમાં મહિલાઓ માટે સુરક્ષિત કહેવાતા ગુજરાત રાજ્યમાં 2 ગેંગરેપ સાથે કુલ 13 જેટલી દુષ્કર્મનાં બનાવો નોંધાયા છે.
3 ઓક્ટોબરઃ હળવદમાં માનસિક અસ્થિર મહિલા સાથે બળાત્કાર કરીને વીડિયો શૂટ કર્યો
3 ઓક્ટોબરનાં રોજ હળવદનાં મોરબી ચોકડી પાસે લોકડાઉનમાં પોલીસ દ્વારા બનાવવામાં આવેલી અસ્થાયી કોટડીમાં એક માનસિક અસ્થિર મહિલા સાથે બળાત્કારી કરી રહ્યો હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. એ પછી પોલીસે દુષ્કર્મી મહેન્દ્ર ગંગારામ રાઠોડ તેમજ વિડીયો શૂટ કરનારા હરેશ જાદવ ધરપકડ કરી હતી.
4 ઓક્ટોબરઃ જામનગર જીલ્લામાં સગીરાને ઊંઘની દવા પીવડાવી 4 શખ્સો દ્વારા ગેંગરેપ
4 ઓક્ટોબરે જામનગર જીલ્લાનાં યાદવનગરમાં રહેતી 17 વર્ષીય સગીરા પર 4 શખ્સોએ ગેંગરેપ કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો હતો. આ વિશે જામ થતા પોલીસ દ્વારા પરિવારજનોનાં નિવેદન નોંધી કુલ 3 શખ્સને પકડવામાં આવ્યા હતા.
4 ઓક્ટોબરઃ સંતરામપુરમાં 2 વિધર્મી યુવકોએ બ્લેકમેઈલ કરી મહિલા સાથે બળાત્કાર કર્યો
4 ઓક્ટોબરનાં રોજ મહીસાગરનાં સંતરામપુર ટાઉન વિસ્તારમાં એક ગરીબ મહિલા ઉપર વિધર્મી યુવકો દ્વારા બળાત્કાર ગુજારવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. સંતરામપુર તાલુકાની મહિલા ઉપર વિધર્મી યુવાનો દ્વારા બ્લેકમેઈલ કરીને ધમકીઓ આપી 15 દિવસ સુધી મહિલા ઉપર અવાર નવાર બળાત્કાર કર્યો હતો.
4 ઓક્ટોબરઃ બોડેલીનાં યુવકે FB ઉપર યુવતી સાથે મિત્રતા કરીને ઘરે બોલાવી બળાત્કાર કર્યો
છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલીનાં યુવક ધ્રુવ કામલીયાએ સોશિયલ મીડિયા ઉપર એક યુવતી સાથે મિત્રતા કરી પ્રેમસંબંધ રાખવા દબાણ કર્યું અને યુવતીને ઘરે બોલાવી હતી. જ્યાં રૂમમાં લઇ જઇ યુવતી ઉપર દુષ્કર્મ કર્યું હતું. ત્યારે યુવકનાં માતા અને પિતાએ પણ યુવતીને બચાવી નહી. એ પછી યુવકે અવાર નવાર યુવતીને મળવા બોલાવી તેમ છતાં યુવતી ન જતા યુવાન દ્વારા યુવતીનું FB એકાઉન્ટ હેક કરી યુવતીનો નગ્ન વીડિયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો.
4 ઓક્ટોબરઃ વડોદરા શહેરમાં યુવાને લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી વિધર્મી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
4 ઓક્ટોબરનાં રોજ વડોદરા શહેરનાં વાસણા-ભાયલી રોડ પર રહેતા યુવક દ્વારા વિધર્મી યુવતીને લગ્નની લાલચ આપીને બે વર્ષ સુધી ઘરમાં રાખી દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ વડોદરા શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.
7 ઓક્ટોબરઃ જામનગર જીલ્લામાં પાડોશીએ મિત્રતા કેળવી સગીરાને પીંખી
7 ઓક્ટોબરનાં રોજ જામનગર જીલ્લામાં રહેતા એક પરીવારની 15 વર્ષીય સગીર દીકરી સાથે મિત્રતા કેળવી પાડોશી શખ્સે 2-3 મહિના અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. એ પછી પરીવારજનોને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી હતી.
8 ઓક્ટોબરઃ જસદણમાં ધર્મનાં માનેલા ભાઈએ જેની સાથે પરિચય કરાવ્યો તેણે જ દુષ્કર્મ કર્યું
8 ઓક્ટોબરનાં રોજ રાજકોટ શહેર PGVCLમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરતી જસદણની યુવતીએ જામનગર શહેરનાં કેતન દામજીભાઈ કાસુન્દ્રા નામનાં શખ્સ સામે દુષ્કર્મની FIR નોંધાવી હતી.
8 ઓક્ટોબરઃ નવસારીનાં ખેરગામમાં અંગતપળોનો વિડીયો વાઈરલ કરવાની ધમકી આપીને સગીરા પર દુષ્કર્મ આચર્યું
8 ઓક્ટોબરનાં રોજ નવસારીનાં ખેરગામમાં 13 વર્ષીય સગીરાનો અંગતપળોનો વિડીયો વાઇરલ કરી દેવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પીડિતાએ તેનાં પરિવારજનોને જાણ કર્યા પછી FIR નોંધાવતા પોલીસ કિશોરીને મેડિકલ ચેકઅપ તેમજ ઉંમરની ખરાઈ માટે સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી.
8 ઓક્ટોબરઃ વડોદરા શહેરમાં ટ્યૂશન કરાવતાં મેડમે ‘ગુડ ટચ બેડ ટચ’ વિશે સમજાવ્યું તો 3 બાળકીએ કહ્યું-પેલા અંકલ દરરોજ આવું કરે છે
વડોદરાનાં માણેજામાં એક જ કોમ્પ્લેક્સમાં રહેતી 3 બાળકીઓને હવસનો શિકાર બનાવતા શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
7 ઓક્ટોબરઃ જામજોધપુરનાં વરવાળાની સગીરા ઉપર 6 મહિનામાં 2 વાર દુષ્કર્મ, આઘાતથી પિતાનો આપઘાત
7 ઓક્ટોબરનાં રોજ જામજોધપુર તાલુકાનાં વરવાળા ગામે સગીરા ઉપર કુતિયાણા પંથકનાં અશ્વિન ભીમશીભાઈ વાઢિયા નામનાં શખ્સે ધમકી આપીને બળાત્કાર કરતા છ મહિનામાં બે વાર દુષ્કર્મથી પીડાયેલી સગીરાની કથની તેનાં પિતાને ખબર પડતાં તેમણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો. બીજી તરફ, સગીરાએ પિતાનાં મૃત્યુ પછી હિંમત દાખવીને દુષ્કર્મી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
11 ઓક્ટોબરઃ છોટાઉદેપુર જીલ્લામાં મંદબુદ્ધીની યુવતી સાથે કૌટુંબિક કાકાએ દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી
11 ઓક્ટોબરનાં રોજ છોટાઉદેપુરમાં સપ્તાહમાં દુષ્કર્મની બીજો બનાવ સામે આવ્યો હતો. છોટાઉદેપુરનાં કવાંટ તાલુકાનાં એક ગામમાં 27 વર્ષીય મંદબુદ્ધી સગીરા સાથે તેના કૌટુંબિક જ કાકાએ ખેતરમાં લઇ જઇને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બની હતી.
13 ઓક્ટોબરઃ કોડીનારમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, સ્થાનિક રાજકીય આગેવાન પર આરોપ
સામાન્ય નાગરિકો તો ઠીક હવે તો રાજકીય અગ્રણીઓ પણ બળાત્કારની ઘટનામાં સંડોવાયા છે. કોડીનાર પંથકમં યુવતી પર રાજકીય અગ્રણીએ દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચી ગયો છે. લોકો સામે આ ઘટના આવતા ચર્ચાનો વિષય બની હતી. 14 વર્ષની યુવતી ઉપર કોડીનારના રાજકીય અગ્રણીએ સગીરાના મામાની મદદથી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
13 ઓક્ટોબરઃ સુરતના પલસાણામાં દુષ્કર્મ આચરી મહિલાને ઝાડીઓમાં ફેંકી દીધી હોવાની આશંકા
13 ઓક્ટોબરે જિલ્લાના પલસાણાના ગંગાધરાના ગાંગપુર ગામ નજીકના રેલવે-ટ્રેક પાસેની ઝાડીમાંથી બિનવારસી ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા મળી આવતાં તેને 108ની મદદથી સારવાર માટે સિવિલમાં ખસેડાઈ હતી. આ ઘટનાઓ જોઇને લાગી રહ્યું છે કે, સરકાર બળાત્કારીઓને બળાત્કાર પાછળ પ્રોત્સાહન આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આટ આટલી ઘટનાઓ સર્જવા છતાં કોઈ પગલા ભરવામાં આવી રહ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle