ગુજરાતમાં અવાર-નવાર યુવતીઓ પણ શારીરિક સબંધ બાંધીને યુવતીને તરછોડી દેવામાં આવતી હોય છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જોકે, આ કિસ્સામાં ભોગ બનનાર યુવતીને અન્ય કોઈ નહીં પરંતુ તેના મામાના દીકરાએ જ છેતરી હોવાનો આક્ષેપ છે. યુવતીએ આજ રોજ આક્ષેપ મુક્ત જણાવ્યું છે કે, તેના મામાના દીકરાએ લગ્નની લાલચ આપી અને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો અને બાદમાં પરિવારને જાણ થતા લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
જોકે, પહેલા યુવતીએ પોલીસ સ્ટેસનમાં જઈને સમગ્ર ઘટના વિષે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તે દરમ્યાન પોલીસે ફરિયાદ લેવાની ના પડી દીધી હતી. ત્યાર પચી આ મામલે તેની ફરિયાદ ન લેતા તે સામાજિક કાર્યકર્તાઓ સાથે જાહેરમાં આવી હતી અને વિરોધ કર્યો હતો. અંતે પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કર્યાના પછી કતારગામ પોલીસ સ્ટેશનમાં યુવતીની ફરિયાદ નોંધવામાં આવી હતી.
દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીને તેના મામાના છોકરાએ પ્રેમજાળમાં ફસાવી હોવાની ફરિયાદ કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. યુવતીનો આક્ષેપ છે કે, તેને લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર શારીરીક સંંબંધો બાંધી તેનો વીડીયો બનાવ્યો હતો. ત્યારબાદ યુવતીને લગ્ન કરવાની ના પાડી તેમના સંબંધ અંગે કોઈને જાણ કરી તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી તેણીને તરછોડી દીધી હતી.
કતારગામ ધ્રુવતારક સોસાયટીમાં રહેતા 24 વર્ષીય હેમંત પાલા ધારૈયા તેના ફોઈની 25 વર્ષીય દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. હેમંતે યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસ ભરોસો આપી છેલ્લા સાત મહિનાથી અવાર નવાર તેની શારીરીક સંબંધો બાંઘ્યા હતા. અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.
જાકે પાછળથી તેમના પ્રેમસંબંધની જાણ પરિવારને થઈ ગઈ હોવાની વાત કરતા ક્યાં લગ્ન કરવાની વાત ક્યા થઈ હતી આપણે બંનેએ બધુ મરજીથી કયું હતું. અને હવે જા તું કોઈને આપણા સંબંધ વિશે વાત કરીશ તો મેં ઉતારેલ વીડિયો વાયરલ કરી દઈશ હોવાની ધમકી આપી તેણી સાથે સંબંધ તોડી નાખ્યાં હતા. આ બનાવ અંગે પોલીસે યુવતીની ફરિયાદ લઈ હેમંત ધારૈયા સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને લઈને યુવતીનો આક્ષેપ છે કે, કતારગામ પોલીસે તેની દુષ્કર્મની ફરિયાદ ન લેતા તે પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી અને રજૂઆત કરી હતી અને ત્યારબાદ તેની ફરિયાદ લીધી હતી. જોકે, સંબંધોમાં આવી રીતે એક હદ વટાવી અને લગ્નની લાલચ આપી જો કોઈ વ્યક્તિએ છેતરપિંડી કરી હોય તો ફરિયાદ નોંધાવી જોઈએ તે બાબતની રજૂઆતના અંતે યુવતીની ફરિયાદ લેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle