અતિકરુણ ઘટના: જામનગરમાં બહેનની હત્યા કર્યાં બાદ ભાઈએ ઝેર પી બંને હાથની નસો કાપીની કર્યો આપઘાત

થવાં જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. જામનગર શહેરમાં આવેલ રામેશ્વરનગરમાં રહેતા અપરિણીત વૃદ્ધ મહિલા તથા…

થવાં જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. જામનગર શહેરમાં આવેલ રામેશ્વરનગરમાં રહેતા અપરિણીત વૃદ્ધ મહિલા તથા તેના વૃદ્ધ ભાઈની 17 કલાકના અંતરમાં મૃતદેહો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસને સૌપ્રથમ તો આ બનાવ આપઘાતનો લાગ્યો હતો પણ ભાઈ પાસેથી મળી આવેલ સ્યુસાઈટ નોટ તથા પોસ્ટમોર્ટમ થતાં ચોંકાવનાર ખુલાસો થયો હતો કે, વૃદ્ધ ભાઈએ સૌપ્રથમ તો તેની બહેનને ગળાટૂંપો આપીને મારી નાખી હતી. ત્યારબાદ પોતે ઝેરી દવા પી ને બન્ને હાથોની નસો કાપીને આપઘાત કરી લીધો હતો.

મળી રહેલ જાણકારી મુજબ, શહેરમાં આવેલ રામેશ્વરનગરમાં રહેતા 67 વર્ષીય હર્ષિદાબેન છગનલાલ જેઠવા નામના વૃદ્ધા કે, જે સિક્યોરિટીમાં પણ નોકરી કરી રહ્યાં હતા એમનો મૃતદેહ મંગળવારની રાત્રે 8:15 વાગ્યે તેમના ઘર પરથી મળી આવતાં પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી હતી,

મૃત્યુ પામનારને જન્મથી જ આંચકીની બીમારી હોવાંથી તેનું મોત થયુ હોવાંની શક્યતાથી તપાસ શરૂ કરવામાં આવી હતી. હજુ તપાસ શરૂ થઈ નથી ત્યાં સવારમાં હર્ષિદાબેનના ભાઈ 58 વર્ષીય અનિલ છગનભાઈ જેઠવા કે, જે મહાનગરપાલિકામાં નોકરી કરી રહ્યાં છે તેમની લાશ જૂની RTO નજીકના તળાવ પરથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

17 કલાકના અંતરે વૃદ્ધ ભાઈ-બહેનની લાશો મળતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ દરમિયાન પોલીસે બન્નેનું પોસ્ટમોર્ટમ કરાવતા ચોંકાવનાર જાણકારી સામે આવી હતી કે, જેમાં અનિલભાઈએ તેની વૃદ્ધ બહેનનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારપછી અનિલને લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી પણ તેનાથી તે મૃત્યુ પામશે નહીં તેવું જણાઈ આવતા તેણે બન્ને હાથોની નસો કાપીને આપઘાત કરી લીધો હતો. સમગ્ર ઘટનાક્રમ બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. વૃદ્ધ ભાઈ-બહેનનું આવા સંજોગોમાં મૃત્યુનું કારણ પ્રાથમિક રીતે માનસિક બીમારી હોવાંનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા મૃતક અનિલની લખેલી મનાતી સ્યુસાઈટ નોટ કબજે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *