વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના કેટલાંક વિસ્તારોમાં ભૂકંપના 3.7 રિક્ટર સ્કેલના હળવા આંચકા અનુભવાયા છે. 2 હળવા આંચકાથી લોકોએ સોશિયલ મીડિયામાં ભૂકંપના આંચકાની વાતો શેર કરી હતી.
ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર જીલ્લાના ધૂંદલવાડી વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાથી છેલ્લાં આઠ મહિનાથી ભૂકંપના આંચકાથી ગુજરાત અને મહારાષ્ટ્રના ગામડા ધ્રૂજી રહ્યાં છે. આજે ઉમરગામ સહિત મહારાષ્ટ્રના તલાંસરી, બોરડી અને દાહાનુ સહિતના વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકાની ચર્ચા સામે આવી છે.
થોડાંક દિવસ અગાઉ કચ્છમાં પણ અનુભવાયા હતાં ભૂકંપના આંચકા
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થોડાંક દિવસ અગાઉ જ 24 કલાકમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું હતું. ભૂકંપનું કેન્દ્ર બિંદુ વામકાથી 11 કિલોમીટર દૂર નોંધાયો. જોવા જઈએ તો સવારે પણ દેશના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા.
સવારે પણ ભૂકંપના આચકા અનુભવાયા હતા. કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં ચાર પાંચ બે ની તીવ્રતાનો ભૂકંપનો રાજકોટ અનુભવતા કચ્છ વાસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભૂકંપ આવતાની સાથે જ લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. સાથે જ લોકોમાં ભયનો માહોલ પણ છવાઇ ગયો હતો.
કચ્છમાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજ દિન સુધી અવિરત રહેવા પામ્યો છે. આજે શુક્રવાર મધ્યાહને 3.45 કલાકે 4.2ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી ભચાઉ, ગાંધીધામ અને દુધઈ પંથક સુધી ધરા ધુજી ઊઠી હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ના કહ્યા અનુસાર, મેઘાલયમાં ભૂકંપનો આંચકો વહેલી સવારે સવારે પણ દેશમાં 4.20 વાગ્યાની આસપાસ આવ્યો હતો. મેઘાલયમાં સૌથી ઓછી તીવ્રતા એટલે કે 2.6 ની નોંધાઈ હતી. અરે આસામમાં સવારે 2.40 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેમની તીવ્રતા 4.1 નોંધાઈ હતી. જ્યારે મણિપુરમાં 1.06 વાગ્યે 3.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.