રાજકોટમાં ભાજપ IT સેલના ઇન્ચાર્જને વીડિયોકોલ કરી યુવતીએ કપડાં ઉતાર્યા પછી માગ્યા 5 લાખ

રાજકોટ(ગુજરાત): તાજેતરમાં ભાજપના યુવા આગેવાનને રાત્રે વીડિયોકોલ આવ્યો હતો, આ સાથે જ યુવતી કપડાં ઉતારવા લાગી હતી. જાણવા મળ્યું છે કે, આગેવાને વીડિયો કટ કર્યાની…

રાજકોટ(ગુજરાત): તાજેતરમાં ભાજપના યુવા આગેવાનને રાત્રે વીડિયોકોલ આવ્યો હતો, આ સાથે જ યુવતી કપડાં ઉતારવા લાગી હતી. જાણવા મળ્યું છે કે, આગેવાને વીડિયો કટ કર્યાની થોડી જ ક્ષણોમાં તેમને મેસેજ આવ્યો હતો અને 5 લાખની માંગ કરી હતી. આ અંગે સાયબર સેલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, રાજકોટ શહેરના ભાજપ આઇટી સેલના ઇન્ચાર્જ મનોજ ગરૈયા મંગળવારે રાત્રે 1:45 વાગ્યે પોતાના ઘરે સૂતા હતા ત્યારે તેમના મોબાઇલ પર વોટ્સએપ કોલ આવ્યો હતો. આગેવાને ફોન રિસીવ કરતાં જ વીડિયો કોલમાં દેખાતી એક યુવતીએ પોતાના કપડાં ઉતારવાનું શરૂ કર્યું હતું. મનોજ ગરૈયા કંઇ સમજે તે પહેલા તો યુવતીએ તમામ વસ્ત્રો ઉતારી દીધા હતા. આ વીડિયોકોલ 30 સેકન્ડ ચાલ્યો હતો અને ભાજપના યુવાનેતાએ ફોન કટ કરી નાખ્યો હતો.

ફોન કાપ્યાની થોડી જ ક્ષણોમાં મેસેજ આવ્યો હતો અને મેસેજ કરનારે પૂછ્યું હતું કે, ‘મજા આવી’, યુવા આગેવાન સ્થિતિ પામી ગયા હતા અને બ્લેકમેઇલિંગ શરૂ થાય તે પહેલા જ તેમણે મેસેજથી ધમકાવવાનું શરૂ કર્યું હતું. જોકે, સાયબર માફિયાએ યુવતીનો ન્યૂડ વીડિયો અને તેમાં ચેડાં કરી યુવાનેતા પણ એવી સ્થિતિમાં હોય તેવો વીડિયો મનોજ ગરૈયાને મોકલી 5 લાખ પેટીએમ અથવા ગૂગલપેથી ચૂકવવાનું કહ્યું હતું.

જાણવા મળ્યું છે કે, બ્લેકમેઇલરે મનોજ ગરૈયાના સોશિયલ મીડિયાના મિત્રોનું લિસ્ટ પણ મોકલ્યું હતું અને તે દરેક મિત્રોને ન્યૂડ વીડિયો મોકલી બદનામ કરવાની ધમકી આપી હતી. બુધવારે બપોરે તેમને તેમના સોશીયલ મીડિયા ગ્રૂપના કેટલાક મિત્રોના ફોન આવ્યા હતા અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ન્યૂડ વીડિયો આવ્યાની જાણ કરવામાં આવી હતી. હાલમાં આ અંગે સાયબર ક્રાઇમમાં જાણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *