પાટીદાર, કોળી, ઠાકોર અને હવે આદિવાસીઓએ મુખ્યમંત્રી બને તે અંગેની માંગ ઉઠાવી છે. એટલું જ નહિ સાથે ગુજરાત રાજ્યમાં 16 ટકા વસ્તી આદિવાસી આદિવાસી સમાજ ધરાવે છે. જેથી આદિવાસીઓએ પણ પોતાના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવી માંગ ઉઠાવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સર્કીટ હાઉસમાં કોંગ્રેસ ઉપરાંત બીટીપીના ધારાસભ્યોની એક બેઠક મળી હતી. જેમાં એવો અવાજ ઉઠ્યો છે કે ભાજપ સરકાર આદિવાસીઓ સાથે અન્યાય કરે છે.
સરકાર ખોટા દાખલાઓ આપીને આદિવાસી યુવાઓની નોકરી છીનવી રહી છે. ચારણ, રબારી સહીતની જાતિને આપવામાં આવતા પ્રમાણપત્રો અંગે મુદ્દે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. સિંચાઈ, પાણી, જમીનથી માંડીને શિક્ષણ સહીતના મુદ્દાઓમાં આદિવાસીઓ સાથે અન્યાય થઇ રહ્યો છે.
બેઠકમાં રાજકીય પ્રભુત્વને લઈને એક લાંબી ચર્ચા થઇ હતી. આદિવાસી ધારાસભ્યોનું કહેવું છે કે, પાટીદાર, ઓબીસી, કોળી મુખ્યમંત્રીની માંગ કરતા હોય છે તો પછી ગુજરાત રાજ્યમાં ૧૬ ટકા વસ્તી ધરવતા આદિવાસી સમાજનો પણ મુખ્યમંત્રી હોવો જોઈએ.
રાજયપાલ તરીકે મંગુભાઈ પટેલની નિયુક્તિ થતા આદિવાસી ધારાસભ્યોએ અભિનંદન પણ પાઠવ્યા હતા. જયારે હવે બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવતા કહ્યું છે કે,’ મંગુભાઈ પટેલ રબર સ્ટેમ્પ રાજ્યપાલ ન બને.’ સાથે આદિવાસી સમાજ માટે ઉપયોગી બને તેવું પણ કહ્યું હતું. આદિવાસી ધારાસભ્યોએ સમાજને થતા અન્યાયને લઈને આંદોલન કરવાનો પણ પ્લાન ઘડી કાઢ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.