Gandhinagar, Gujarat: પોલીસની આબરૂના ધજાગરા ઉડે એવી ઘટના ગુજરાત રાજ્યમાં બની છે. આ ઘટના બાદ ગુજરાત પોલીસ (Gujarat Police) પરથી લોકોનો ભરોસો ઉઠી જશે. પોલીસ હપ્તાની લાલચમાં બુટલેગરો માટે કામગીરી કરી રહ્યા હતા. પોલીસ હપ્તાની લાલચમાં આવીને બુટલેગરો માટે કામ કરી રહ્યા છે. બોબી પટેલના કાંડમાં પીઆઈ દહિયાની ઘટનાએ પોલીસની ઈમેજ ખરડી છે. પોલીસ ગાંધીનગરથી નીકળ્યા એ પહેલા જ બુટલેગરોને જાણ થઇ ગઈ હતી અને ગાંધીનગરની રેડ વ્યર્થ ગઈ હતી.
રેડ વ્યર્થ જતા પોલીસને શંકા ગઈ હતી. શંકા જતા પોલીસે તપાસ કરી અને તપાસમાં ખુલાસો થયો કે 2 કોન્સ્ટેબલ બુટલેગરો સાથે મળેલા છે. આ ઘટના બાદ બંને કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલના નિર્લિપ્ત રાય સહિત ૧૫ પોલીસ અધિકારીઓના ફોન ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાંચના બે પોલીસ કોન્સ્ટેબલોએ ટ્રેક કરાતા હતા.
ફોન ટ્રેક થતા હોવાને કારણે બુટલેગર અને કેમિકલ માફિયાઓને દરોડા પહેલા જ માહિતી મળી ગઈ હતી. દક્ષિણ ગુજરાતના કુખ્યાત બુટલેગર, 20 જેટલા બુટલેગરો અને 10 જેટલા કેમિકલ માફિયાઓને પોલીસ રેડ પાડવા નીકળે એ પહેલા જ જાણ થઇ જતી હતી. આ કેસમાં પોલીસને ઘણી ચોંકાવનારી વાત સામે આવી છે.
શંકાના દાયરામાં એલસીબીના પૂર્વ અધિકારીઓની પૂછપરછ થશે. પોલીસે જયારે એલસીબીના કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી સાથે પુછપરછ કરી ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે છેલ્લાં એક વર્ષથી અધિકારીઓના ફોન ટ્રેક આવી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતનો બુટલેગર ચકો એલસીબીના હાથે ઝડપાયો હતો. ત્યારે જ આ બંને કોન્સ્ટેબલ બુટલેગરના સંપર્કમાં આવ્યા હતા. આ બંને કોન્સ્ટેબલ 20 થી વધુ બુટલેગરો અને 10 જેટલા કેમીકલ માફિયાઓ માટે કામ કરતા હતા. પોલીસ પાસે બુટલેગરોના મોબાઈલ ટ્રેક કરવા માટેની પરમિશન હોય છે.
પણ અહી તો પોલીસના ફોન પોલીસ જ ટેપ કરતી હતી. આ ઘટના પોલીસ માટે ખુબજ શરમજનક ઘટના કહેવાય. દારૂનું કટિંગ હોય કે ડિંગુચાનું ઇમિગ્રેશન કૌભાંડ બધેજ જાસૂસો અને પોલીસનું સેટિંગ છે. પોલીસ જ હપ્તા ઉઘરાવતી થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.