હાલમાં કોરોનાની મહામારી આખાં વિશ્વમાં છવાઈ ગઈ છે. હાલમાં સ્ત્રીઓ સાથે થતાં અત્યાચારોની ઘટના ઘણીવાર સામે આવતી હોય છે. હાલમાં રાજ્યમાં આવી ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. હાલમાં જ રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાં આવી જ એક ઘટના ફરીવાર સામે આવી રહી છે.
પરિણીતાએ તેનાં પતિ તથા સાસરિયાની વિરુદ્ધ આક્ષેપ કરતી ફરિયાદ પણ નોંધાવી છે. પરિણીતાએ આરોપ મુક્યો છે કે, તેનાં પતિએ જ કુલ 6 લાખ રૂપિયાનું દહેજ પડાવ્યા બાદ તેની પાસે ‘હું ચરિત્રહીન છું’ તેમજ મારા બીજા પુરુષની સાથે સંબંધ છે, એવો મારી પાસે ખુબ જ બળજબરીપૂર્વક એક પત્ર પણ લખાવી લીધો હતો.
આ વાત ત્યાંથી અટકી ન હતી તેમજ પતિ પણ આ પત્રને લઈ પરિણીતાનાં પિયર સુધી પહોંચી ગયો હતો. બીજી બાજુ તેનો પતિ સતત તેનાં પરિવારની પાસે રૂપિયાની માંગણી પપન કરતો રહેતો હતો. હાલમાં પોલીસે આ બાબતે પરિણીતાની ફરિયાદને આધારે કાર્યવાહી પણ હાથ ધરી છે.
બાપુનગરમાં પોતાના માતા-પિતાના ઘરે રહેતી માત્ર 33 વર્ષીય મહિલાનાં વર્ષ 2006માં જ રાજસ્થાનમાં આવેલ ઉદેપુરનાં કેસરિયાજી ખાતે એક પરિવારમાં લગ્ન થયા હતા. હાલમાં તેને સંતાનમાં કુલ 14 વર્ષનો પુત્ર તેમજ કુલ 10 વર્ષની પુત્રી પણ છે.
પુત્ર એનાં પિતાની સાથે જ્યારે પુત્રી આ પરણિતાની સાથે રહે છે. લગ્ન પછીથી જ સાસરિયાએ પરિણીતાની પાસેથી દહેજની પણ આશા રાખી હતી. ઘણીવાર કામને લીધે મહિલાની સાથે બોલાચાલી કરતાં હતાં તથા ત્યારપછી વાતને દહેજ પર લાવીને ખુબ ત્રાસ પણ આપતાં હતાં.
એટલું જ નહીં પરંતુ મહિલાની વિશે ખરાબ બોલી પુત્રની કાનભંભેરણી કરીને તેને તેનાંથી પણ દૂર કરી દીધો હતો. થોડાં સમય પછી પરિણીતાએ પુત્રીને જન્મ આપતાં જ એનાં લગ્નમાં વ્યવહાર કોણ કરશે એવું કહીને મહિલા પર ત્રાસ પણ ગુજારતાં હતાં.
છેવટે મહિલાએ કંટાળીને પિયરમાં આ હકીકત જણાવી હતી. જેનાંથી મહિલાનાં પિતાએ 3-3 લાખ રૂપિયા કુલ બે વાર એમ કુલ 6 લાખ રૂપિયા પણ મોકલ્યા હતાં. જો કે, આટલાં દહેજથી સંતોષ ન થતાં જ પરિણીતાનાં પતિએ વધારે રૂપિયાની લાલચમાં આવીને પત્નીને બીજાં પુરુષની સાથે સબંધ હોવાનું એક કાગળ પર લખાવી લીધું હતું.
ત્યારબાદ આ વાત મહિલાનાં પિયરમાં જઈને પણ કરી હતી તથા મહિલાને ચરિત્રહીન હોવાનું કહીને ખુબ જ બદનામ પણ કરી હતી. એટલું જ નહીં પરંતુ સાસરે રાખવી હોય તો વધારે રૂપિયાની માંગણી પણ કરી હતી. છેવટે સાસરિયાનાં ત્રાસથી કંટાળીને પરિણીતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ મામલે કાર્યવાહી પણ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP