પ્રેમિકાને રિસોર્ટમાં લઇ જઈ તડપાવી-તડપાવી મારી નાખી, એટલું જ નહિ; વિડીયો બનાવી એટલી ક્રૂર હરકત કરી કે…

હાલના સમયમાં સમગ્ર દેશભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓનું (criminal activities) પ્રમાણ ખુબ વધી રહ્યું છે. ચોરી, હુમલો, આપઘાત, દુષ્કર્મ જેવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અમુક ઘટનાઓ એવી હોય છે કે જેને સાંભળીને જ આપણા રુવાડા બેઠા થઈ જતા હોય છે. તેવી જ એક ઘટના હાલ સામે આવે છે. થોડા દિવસ પહેલા એક રિસોર્ટના બંધ રૂમમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બનતા ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાની માહિતી પોલીસને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

મળેલ માહિતી મુજબ યુવતી એક યુવક સાથે મેખલા રિસોર્ટ પર આવી હતી. રિસોર્ટ પર બે દિવસ સુધી યુવતી તે યુવક સાથે રિસોર્ટ પર રહી હતી. ત્યારબાદ યુવક અચાનક રિસોર્ટ છોડીને ચાલ્યો ગયો હતો. રૂમની સાફસફાઈ દરમિયાન રિસોર્ટના સ્ટાફને રૂમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના ચાર દિવસ બાદ શુક્રવારના રોજ સવારે એટલે કે આજરોજ સવારે આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોમાં એક યુવક એક યુવતીની હત્યા કર્યા બાદ વિડીયો બનાવતો જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં યુવક તે યુવતીની પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યો છે. તે ગુસ્સામાં કહી રહ્યો છે કે “બેવફાઈ ન કરવી”… અને ગાળો ભાંડી રહ્યો છે. બેવફાઈ કરનારની કિસ્મતમાં આવું જ હોય છે… તેવી વાતો પણ આ વિડીયોમાં સંકી યુવક કરી રહ્યો છે.

વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, જ્યારે યુવક વિડીયો બનાવી રહ્યો હતો ત્યારે યુવતી જીવતી હતી અને તેના શ્વાસ ચાલી રહ્યા હતા, પણ જ્યારે યુવતીનો મૃતદેહ મળ્યો ત્યારે તેના હાથના અને ગળાના ભાગે ધારદાર હથિયાર કે વસ્તુથી મારવામાં આવ્યું હોય તેવા નિશાનો જોવા મળ્યા છે. મળેલ મૃતદેહ શિલ્પા નામની યુવતીનો હતો અને તેની ઉંમર 21 વર્ષની હતી. મેખલા રિસોર્ટના એક રૂમમાંથી સોમવારના રોજ યુવતીનો મૃતદેહ મળ્યો હતો.

યુવતીના મૃત્યુના ચાર દિવસ બાદ પણ તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓપરેટ થઈ રહ્યું છે. યુવતીના ઈન્સ્ટાગ્રામ પેજ પર મંગળવાર અને બુધવારના રોજ કેટલાક ફોટાઓ અપલોડ કરવામાં આવ્યા હતા. આ તમામ ફોટાઓ ગુરૂવારના રોજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કાઢી નાખવામાં આવ્યા હતા. થોડાક સમય બાદ ફરીવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે નવા ફોટા અપલોડ કરવામાં આવિયા હતા.

સોશિયલ મીડિયા પર અપલોડ થયેલ ફોટમાં યુવક અને યુવતી હોટલને રૂમમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. મળેલ માહિતી અનુસાર એવું જણાવામાં આવી રહ્યું છે કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસે કોઈપણ પ્રકારની જાહેરાત કરી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ હાલમાં કાર્યવાહી કરી રહે છે. પોલીસની તમામ કાર્યવાહી અને તપાસ પૂર્ણ થયા બાદ આ ઘટના પસલનું સાચું કારણ જાણવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *