આ એક ભૂલ ‘ને RCBના મોઢામાંથી છીનવાઈ ગયો જીતનો કોળીયો- જાણો ક્યાં ખેલાડીની લોકોએ કરી રિટાયરમેન્ટની માંગ

RCB VS LSG: અવારનવાર રોડ અને હાઈવે પર બોર્ડ હોય છે જેના પર લખેલું હોય છે…નજર હતી, દુર્ઘટના ઘટી. IPL 2023ની 15મી મેચમાં પણ આવો જ એક કિસ્સો બન્યો હતો. આ પ્રકારનો કિસ્સો RCB સાથે જોવા મળ્યું હતો અને દિનેશ કાર્તિકે(Dinesh Karthik) સાવચેતી ન રાખી હતી. ચાલો તમને જણાવીએ કે ખરેખર શું થયું? સોમવારે રાત્રે RCB લખનૌ સામેની મેચ છેલ્લા બોલ પર એક વિકેટથી હારી ગયું હતું. RCB પાસે મેચ ટાઈ કરવાની સારી તક હતી પરંતુ વિકેટકીપર દિનેશ કાર્તિક બોલને યોગ્ય રીતે પકડી શક્યો ન હતો અને LSG જીતી ગયું હતું.

અમે તમને જણાવી દઈએ કે, આ મેચમાં 213 રનના મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે લખનૌની ટીમને છેલ્લા બોલ પર માત્ર 1 રનની જરૂર હતી અને તેની 9 જેટલા બેટ્સમેન આઉટ થઇ ગયા હતા. એ બાદ બોલિંગ કરી રહેલા હર્ષલ પટેલે બેટિંગ કરી રહેલા અવેશ ખાનને તરફ બોલ ફેંક્યો અને લખનૌના બેટ્સમેનો બાય લેવા માટે દોડી ગયા હતા. આ બધા વચ્ચે RCBના સિનિયર વિકેટકીપર દિનેશ કાર્તિક મોટી ભૂલ કરી બેઠો હતો. વાત એમ છે કે કાર્તિકે બોલને પકડીને માત્ર સ્ટમ્પ પર મારવાનું હતું પણ તે બોલને પકડવામાં નિષ્ફળ ગયો અને લખનૌના બેટ્સમેનો દોડીને એક રન પૂરો કર્યો હતો અને એક શાનદાર જીત મેળવી હતી.

મહત્વનું છે કે, કાર્તિકની આ ભૂલને કારણે હવે RCB ફેન્સ તેના પર ગુસ્સે ભરાયા છે આ સાથે જ આ લોકો કાર્તિકને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. આ ઉપરાંત ઘણા લોકોએ તેની નિવૃત્તિની પણ માંગ કરી રહ્યા છે. કેટલાક ક્રિકેટ ચાહકો કાર્તિકની તુલના ધોની સાથે કરીને તેને ટ્રોલ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

દિનેશ કાર્તિકે કઈ ભૂલ કરી?
હવે સવાલ એ છે કે દિનેશ કાર્તિકે કઈ ભૂલ કરી? દિનેશ કાર્તિક ભલે 232 આઈપીએલ મેચ રમી ચુક્યો હોય, પરંતુ મોટા ખેલાડીઓ દબાણમાં આવી જાય છે અને આ ખેલાડી સાથે પણ કંઈક આવું જ બન્યું છે. દિનેશ કાર્તિક દબાણમાં બોલને યોગ્ય રીતે પકડી શક્યો નહોતો. આટલું જ નહીં, ઉતાવળમાં તે બોલ પર નજર રાખી શક્યો નહીં, જેના કારણે તે તેને યોગ્ય રીતે પકડી શક્યો નહીં. તેનું નુકસાન આરસીબીને થયું હતું.

હારનું કારણ છે બોલરો!
તમને જણાવી દઈએ કે RCBની હારનું કારણ દિનેશ કાર્તિક કરતા તેના બોલર્સ વધુ છે. 4 ઓવરમાં લખનૌની ટીમે 23 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરને આરસીબી પર હુમલો કર્યો અને આ ટીમનો એક પણ બોલર તેમને પરેશાન કરી શક્યો નહીં. સ્ટોઇનિસે 30 બોલમાં 65 રન અને નિકોલસ પૂરને 19 બોલમાં 62 રન ફટકાર્યા હતા. બંને બેટ્સમેનોએ મળીને 12 સિક્સર અને 9 ફોર ફટકારી હતી.

આરસીબીના બોલરોની વાત કરીએ તો હર્ષલ પટેલ અને કર્ણ શર્માએ રન બનાવવામાં કોઈ કસર છોડી ન હતી. હર્ષલ પટેલે 4 ઓવરમાં 48 રન આપ્યા, તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 12 રન હતો. જ્યારે કર્ણ શર્માએ 3 ઓવરમાં 48 રન આપ્યા હતા. તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 16 રન હતો. તે સ્પષ્ટ છે કે દોષ દિનેશ કાર્તિક કરતાં વધુ આરસીબી બોલરોની છે, જેમને ડેથ ઓવરોમાં સૌથી વધુ રન આપ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *