વરસાદ (rain)ને કારણે ડાંગ(Dang) જીલ્લો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ડાંગ જિલ્લામાં અનેક ધોધ આવ્યાં છે જે પૈકીના સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનેલો ગીરાધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે અને આ દ્રશ્યને જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
પરંતુ ડાંગ જિલ્લામાં પડી રહેલા સતત વરસાદને કારણે જન જીવન પણ ખોરવાયું હતું. હાલ ચારેકોર નદી-નાળાં પાણીથી છલકાઈ રહ્યાં છે. અત્ર-તત્ર-સર્વત્ર નાના-મોટા ધોધ વહી રહ્યા છે. ત્યારે હવે વરસાદનું જોર ધીમું પડતાં પ્રકૃતિ શાંતિ સાથે ખીલી ઊઠી છે. સાપુતારા-આહવામાં ખુબ જ આહલાદક વાતાવરણ છે.
View this post on Instagram
હિલસ્ટેશન સાપુતારામાં વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી. જગ્યા-જગ્યાએ રસ્તા પર ઝરણાં વહેતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાપુતારામાં ભેખડો ઘસી પડવાને કારણે હાલ પ્રવાસીઓની સંખ્યા ઘણી ઓછી છે. તંત્ર દ્વારા સાપુતારા ઘાટ રસ્તો મોટા વાહન માટે બંધ કરાયો હોવાથી વાહનોની અવરજવર નહિવત છે, પરંતુ મહારાષ્ટ્ર તરફથી આવતા પ્રવાસીઓએ ધુમ્મસિયા વાતાવરણની મઝા માણી હતી.
ગીરાધોધ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર:
ડાંગ જિલ્લામાં આવેલા અનેક ધોધ પૈકી સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ગીરાધોધ છે. અહીં ચોમાસાની ઋતુમાં લાખો સહેલાણીઓ આવે છે. ત્યારે આ વર્ષે પણ ગીરાધોધનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. અહીં, વરસાદને પગલે કુદરતી વાતાવરણમાં ચાર ચાંદ લાગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.