ભાજપ ધારાસભ્યના રાજીનામાં બાદ પરેશ ધાનાણી- ભાજપ તેના પાપે જ તૂટશે

ગઈ કાલે કેતન ઇનામદારના રાજીનામાને લઇને મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. રૂપાણીએ ઇનામદારની નારાજગી દૂર થવાનો વિશ્વાસ રજુ કર્યો છે. રૂપાણીએ કહ્યુ કે જે થશે તે સારૂ જ થશે. રૂપાણીએ કહ્યુ કે કેતનભાઇ એક જવાબદાર ધારાસભ્ય હતા. નાના મોટા પ્રશ્નો સરકારમાં થતા હોય છે તેને ઉકેલવા સતત પ્રયત્નશીલ હોય છે. સાથે-સાથે ભાજપના ઘણા ધારાસભ્યો નારાજ હોવાના કોંગ્રેસના નિવેદન પર પણ નિશાન સાધતા કહ્યુ કે કોંગ્રેસને આમાં ખુશ થવા જેવુ નથી. કોંગ્રેસના પણ ધારાસભ્યો પણ રાજીનામાં આપવા લાઇનમાં ઉભા છે.

જીતુ વાઘાણીએ ઇનામદાર સાથે વાતચીત કરી રહ્યાનુ જણાવ્યુ છે. જીતુ વાઘાણીએ જણાવતા કહ્યુ છે કે બુધવારે તેમજ આજે પણ તેમની સાથે વાતચીત થઇ છે. તેમણે કહ્યુ છે કે અમારા બંને વચ્ચે સમયની અનુકૂળતા હશે ત્યારે અમે બંને એક નાની મીટીંગ કરીશુ. વાઘાણીએ જણાવતા કહ્યુ કે ઇનામદારને કોઇ પદની અપેક્ષા નથી. તેમણે કહ્યુ કે વિધાનસભા વિસ્તારની જે કોઇ સમસ્યા હશે તેને લઇને ચર્ચા થશે અને તેનો ઉકેલ લાવવામાં આવશે. સાથે-સાથે જ કેતન ઇનામદારના રાજીનામા બાદ સાવલી અને ડેસરમાં પડેલા રાજીનામાને પણ તેમણે અયોગ્ય ગણાવ્યા છે.

કેતન ઇનામદારને કોંગ્રેસમાં જોડાવવા ખુલ્લી ઓફર આપવામાં આવી છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. પરેશ ધાનાણીએ જણાવતા કહ્યું કે, ભાજપમાં ઇમાનદાર લોકો રહી શકે તેમ નથી. આગામી સમયમાં ભાજપમાં અનેક ધારાસભ્ય રાજીનામા આપી શકે છે.

પરેશ ધાનાણીએ જણાવતા કહ્યુ કે ભાજપના ઘણા ધારાસભ્યો અમારી પાસે આવી સરકાર સામે બળાપો કાઢી જાય છે. અમે તેમને આશ્વાસન આપીએ છીએ. લોકો હવે જાગૃત થયા છે, ઇનામદાર લોકો અવાજ ઉઠાવતા થયા છે તેની શરૂઆત સાવલીના ધારાસભ્યએ કરી છે. આવનાર દિવસોમાં વધુ ધારાસભ્યો ખુલીને બહાર આવે તેવી શક્યતા પરેશ ધાનાણીએ કરી છે. છે. સત્ય બોલનારા લોકોને કોંગ્રેસ સમર્થન આપશે અને ગુજરાતની જનતા આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને મજા ચખાડશે.

અમિત ચાવડાએ પણ રાજ્યની રૂપાણી સરકાર પર આકરાર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ જણાવતા કહ્યું કે, ભાજપ પાર્ટીમાં ઘણા લોકો નારાજ છે. ગુજરાતની પ્રજાની સરકાર સામે તમામ રીતે નારાજગી બહાર આવી છે. ભાજપના ધારાસભ્યો પણ સરકાર સામે બળવો પોકારવાના મૂડમાં છે. સરકારમાં ધારાસભ્યોનું પણ કોઇ સાંભળતુ નથી.

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે સરકારમાં બેઠેલા મંત્રીઓ અને અધિકારીઓ મનમાનીથી સરકાર ચલાવે છે. મનમાનીનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે, ભાજપમાં આંતરિક વિખવાદ છે. જે રીતે ગુજરાતની જનતાની લૂંટ કરવામાં આવી રહી છે તે પણ આવનારા સમયમાં બહાર આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *