નવા કૃષિ કાયદાને લઈને કૃષી મંત્રી નરેન્દ્રસિંહ તોમરે નિવેદન આપતા કહ્યું છે કે અમે ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ. કાયદો પરત લેવામાં આવશે નહીં. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કૃષી કાયદાની પરત લેવાની વાત ને નકારી દેવામાં આવી છે. આંદોલન કરી રહેલા ખેડૂતો અને ખેડૂત નેતા સાથે અમે ફરીથી વાતચીત કરવા માટે તૈયાર છીએ.
કૃષિમંત્રી તોમરે શુક્રવારના રોજ ના ટ્વિટર ઉપર એક વીડિયો મુક્યો છે. આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર કૃષિ કાયદાને પરત લેવાની ખેડૂતો સાથે અડધી રાત્રે પણ વાતચીત કરવા માટે તૈયાર છે સાથે કહ્યું છે કે ખેડૂત સંગઠન કાયદાના પ્રાવધાન પર અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ અમે તેમનું સ્વાગત કરીએ છીએ.
भारत सरकार नए कृषि कानूनों से संबंधित प्रावधानों पर किसी भी किसान संगठन से और कभी भी बात करने को तैयार है…
हम उनका स्वागत करते हैं… pic.twitter.com/gv1FF9zU8i— Narendra Singh Tomar (@nstomar) June 18, 2021
દેશમાં લાગુ કરવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદાને લઈને દિલ્હી ની બોર્ડર પર ખેડૂતો ઘણા લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. આ સમગ્ર મુદ્દે ખેડૂતો અને સરકાર વચ્ચે ૧૧ વખત વાતચીત થઈ ચૂકી છે જે નિરર્થક રહી છે. છેલ્લીવાર સરકાર અને ખેડૂત સાથે વાતચીત ૨૨ જાન્યુઆરીએ થઈ હતી. ગરબા 26મીએ લાલ કિલ્લા પર થયેલી હિંસા બાદ વાતચીત થઈ નથી.
કૃષી કાયદાને લઈને ખેડૂતો સાથે ની સરકાર ની વાતચીત નિરર્થક રહ્યા બાદ કોટે નવા કૃષિ કાયદાને લાગુ કરવા પર રોક લગાવી હતી. ત્યારબાદ એક કમિટી બનાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો જે આ સમગ્ર મામલે સમાધાન લાવી શકે. અગાઉ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, ખાદ્ય મંત્રી પિયુષ ગોયલ સહિત ત્રણ કેન્દ્રીય મંત્રીઓએ ખેડૂતો સાથે ૧૧ વખત વાતચીત કરી છે. પરંતુ ખેડૂતો કાયદો પરત લેવાની માગ પર અડગ રહ્યા હોવાથી કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.