કારમાં બે વ્યક્તિ બેઠી હતી ને અચાનક જ થયો બ્લાસ્ટ, કારણ જાણીએ સૌ કોઈ ચોંક્યા- જુઓ LIVE વિડીયો

ગુજરાત(Gujarat): પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે CNG કારોમાં વધારો થઇ રહ્યો છે. જોકે સીએનજીથી આગ લાગવાનું જોખમ પણ એટલું જ વધારે છે. ત્યારે અમદાવાદ(Ahmedabad)ના…

ગુજરાત(Gujarat): પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે CNG કારોમાં વધારો થઇ રહ્યો છે. જોકે સીએનજીથી આગ લાગવાનું જોખમ પણ એટલું જ વધારે છે. ત્યારે અમદાવાદ(Ahmedabad)ના શાસ્ત્રીનગર(Shastringar)માં CNG કારમાં વિસ્ફોટ(CNG car explosion)ની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ખાસ વાત એ છે કે વિસ્ફોટ સમયે કારમાં બે યુવકો બેઠા હતા, પરંતુ તેઓનો પણ આબાદ બચાવ થયો છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ(CCTV footage)માં કેદ થઇ જવા પામ્યા છે.

વિસ્ફોટથી કારના કુરચે કુરચા ઉડી ગયા:
શહેરના શાસ્ત્રીગઢ વિસ્તારમાં કાળા રંગની હોન્ડા સિટી કારમાં CNG વિસ્ફોટ થયો હતો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં એક પસાર થતી કાર ઉભી રહે છે અને થોડી જ સેકન્ડમાં તેમાં બ્લાસ્ટ થાય છે. જેમાં કારના કાચ તુટી જાય છે અને કારના પણ કુરચે કુરચા ઉડી જાય છે. વિસ્ફોટ સમયે અંદર બે લોકો પણ બેઠા હતા. પરંતુ સદનસીબે તેમનો આબાદ બચાવ થઇ જાય છે. કારમાં બ્લાસ્ટ થવાને કારણે આસપાસ ગભરાટનો માહોલ સર્જૈજવા પામ્યો હતો.

અગાઉ ભરૂચમાં સીએનજી કારમાં વિસ્ફોટ થયો હતો:
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ભરૂચની નર્મદા ચોકડી પાસેના સીએનજી સ્ટેશન પર ગેસ ભરતી વખતે કારની ટાંકી ફાટતા કારની ટાંકી ફાટતા થતા જ અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર ઘટના CCTV સામે આવ્યા હતા. વિસ્ફોટની સમગ્ર ઘટના સીએનજી પંપ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સદનસીબે સુરતના કોન્ટ્રાક્ટર પરિવાર અને સીએનજી પંપ પર કામ કરતા કામદારોનો ચમત્કારિક બચાવ થયો હતો. ફિલર સહિત બે કારમાં સવાર ચાર લોકોને બચાવી લેવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *