આ દ્રશ્યો છે અમદાવાદમાં GMDCમાં બનાવવામાં આવેલી કોરોના હોસ્પિટલમાં સારવાર લેવા દાખલ થાવા માટેનો સંઘર્ષ, લાચારી અને દર્દ સહન કરી રહેલા નાગરિકના. આ જોઈ ચોક્કસ કહી શકાય કે આ શાસકોને શાસન કરવાનો કોઈજ અધિકાર નથી. આ પહેલા પણ અહિયાં અમિત શાહ દ્વારા લોકાર્પણ થયા બાદ પણ સારવાર શરુ કરવામાં નથી આવી તેવા અહેવાલો બહાર આવ્યા હતા.
રિક્ષાચાલક એક દર્દીને લઈને આ હોસ્પીટલમાં દાખલ થવા મરણીયા પ્રયાસ કરી રહ્યો છે. ચિઠ્ઠીની ચાકર પોલીસ બેરીકેડિંગ થી પ્રવેશ માટે અટકાવી રહી છે. જેની પાછળ કારણ છે રૂપાણી સરકારનો તાલીબાની ટોકન સિસ્ટમનો નિયમ. ટોકન હશે તેને જ સારવાર મળશે તેવો નિયમ લવાતા હવે દર્દીઓને દાખલ થવા કલાકો ની રાહ જોવી પડી રહી છે. અમદાવાદ GMDC ખાતે ધન્વંતરી હોસ્પિટલમાં ટોકન પ્રથાથી જ દર્દીને દાખલ કરવાની વ્યવસ્થાનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે, આ અરજીની સુનાવણી જલ્દી કરવા અરજદારની અપીલ પણ કરાઈ છે.
સરકારે શરુ કરેલી ટોકન સિસ્ટમને કારણે લોકોમાં ભારે રોષ છે. એક તરફ ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને એડમિટ કરવા હાઇકોર્ટે કહ્યું છે, પરંતુ આ હોસ્પિટલમાં એડમિટ થવા દર્દીએ પહેલા ફોર્મ ભરવાનાં પછી ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે તેમને અંદર લઇને આવવાનું રહેશે. આ ટોકન સિસ્ટમને કારણે અનેક દર્દીઓનાં સગાંને આજે પાછું જવું પડ્યું હતું. આજે માત્ર 125 જ ટોકન આપવામાં આવ્યાં હતાં.
કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલી ધન્વંતરિ કોરોના હોસ્પિટલમાં આજે સવારથી દર્દીઓને દાખલ કરવા મામલે દર્દીઓનાં પરિવારજનો હોબાળો કરી રહ્યાં છે. ઓક્સિજન પર ગંભીર હાલતમાં હોવા છતાં દર્દીઓને પહેલા રજિસ્ટ્રેશન કરી ફોર્મ ભરી ટોકન લીધા બાદ એડમિટ કરવાનું કહેતાં પરિવારજનો રોષે ભરાયાં છે. 70 વર્ષનાં ગરીબ વૃદ્ધાને ઓક્સિજનની જરૂર હોવાથી પરિવારજનો રિક્ષામાં કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા લાવ્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.