અમદાવાદ(Ahmedabad): શહેરના રિવરફ્રન્ટ(Riverfront) નજીક ચાનો સ્ટોલ(Tea stall) ચલાવતી વિકલાંગ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ(Viral video) થઈ રહ્યો છે માત્ર એટલું જ નહીં પણ આ વીડિયોમાં તેની આસપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના અધિકારી અને પોલીસ જવાનો પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં મહિલા પોતાની વ્યથા ઠાલવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, દબાણ શાખા ના અધિકારી દરેક લારીવાળા પાસેથી હપ્તા ઉઘરાવી રહ્યા છે.
આ વીડિયોમાં મહિલા રડતા રડતા જણાવી રહી છે કે, વિકલાંગ દીકરીને તમે હેરાન પરેશાન કરી રહ્યા છો. તમે એટલું કહ્યું હોત કે બહેન આજે મુખ્યમંત્રી સાહેબ આવે છે, તમે જતા રહો તો હું જતી રહેત. વધુમાં મહિલા જણાવતા કહે છે કે, મને કોઈએ પ્રેમથી કીધુ હોત કે સીએમ સાહેબ આવે છે, હું પણ તેની રિસ્પેક્ટ કરું છું અને કોઈનું ખરાબ કરતી નથી. આટલી બધી લારીઓ ચાલે છે એ કોઈને નથી હટાવવામાં આવતા અને દરરોજ મને હેરાન કરવા માટે આવે છે.
મહિલાએ વધુમાં કહ્યું છે કે, પ્રેમથી કીધું હોત કે સીએમ સાહેબ આવે છે બહેન આજે જતી રે, આવતીકાલે આવી જજે. તો હું ના ન પાડત. મારી પાસે રેકોર્ડિંગ પણ છે, હપ્તા ખાઈ ખાઈને આ લોકો દરરોજ લારીઓ ઉભી રાખવા દે છે. એમનો એક માણસ અહીં કહી કહીને ગયો છે કે કાલે લારી ન રાખતા AMC વાળા આવવાના છે. આજે એક પણ લારી જોવા મળતી નથી. તમે આજ પોલીસ સ્ટેશનમાં હોય ને તો જોજો દરરોજ લારીઓ ઉભી રહે છે. હું ખોટું નથી બોલતી, હું સાબિતી વગર નથી બોલતી અને વિકલાંગ દીકરીને હેરાન કરો છો.
વીડિયોમાં મહિલા વધુમાં જણાવતા કહે છે કે, અહીંયા મારા મા બાપ સાથે બેસું છું, દરેક છું એટલે મહેનત કરી રહી છું, ચોરી નથી કરતી કે કોઈને મારતી નથી, ભિખ નથી માંગતી અને ગુજરાતની બધી પબ્લિક મને સપોર્ટ કરે છે. દરરોજ સેકડો લોકો પરિવાર સાથે ચા પીવા આવે છે. વધુમાં મહિલાએ જણાવતા કહ્યું છે કે, હું આપઘાત ન કરું અને ડિપ્રેશનમાં ન આવું એટલા માટે અહીંયા આવી છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.