માલધારી યુવકની ફાયરીંગ કરી હત્યા: ધંધુકા બંધનુ એલાન, હત્યાના કારણ પરથી ઉંચકાયો પડદો

અમદાવાદ(Ahmedabad): ધંધુકામાં માલધારી(Maldhari) યુવકની હત્યાના પગલે સમગ્ર ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. આજે સવારથી ધંધુકા(Dhandhuka) સજ્જડ રીતે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે હવે જિલ્લાનું પોલીસતંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. હાલમાં તો આ ઘટના બાદ ધંધુકા પીઆઈ સીબી ચૌહાણ(CB Chauhan)ને હટાવી દેવામાં આવ્યા છે. તેમની બદલી સાણંદના પીઆઈ આર.જી.ખાંટ(R. G. Khant)ને ધંધુકામાં મુકવામાં આવ્યા છે.

આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે થોડા દિવસો પહેલા કિશને સોશિયલ મીડિયા પર એક ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી, જેને કારણે કેટલાક અજાણ્યા શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે છે. કારણ કે તે સમયે કિશન સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. અને બાદમાં કેટલાક લોકો આ વાતથી ગુસ્સે થયા હતા.

પરંતુ કિશન ત્યારથી તેના ઘરે જ હતો અને ગઈકાલે તે ઘરેથી નીકળ્યો ત્યારે તેનો ફાયદો ઉઠાવીને લાભ લઈ તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે. બીજી તરફ હાલમાં અમદાવાદ ગ્રામ્ય રેન્જના આઈજી, એસપી, બે ડીવાયએસપી, પાંચથી વધુ પીઆઈ, સાત પીએસઆઈ અને અડધા જિલ્લા પોલીસને ચુસ્ત પોલીસ બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવી છે. તપાસ સોંપેલ SOG પણ તપાસમાં જોતરાઈ ગઈ છે.

મૃતકની હત્યા બાદ મામલો ગરમાયો છે. મૃતકના પરિવાર સહિત સમાજના લોકો ઉશ્કેરાયા હતા અને પોલીસે આગેવાનોની મદદથી મામલો થાળે પાડ્યો હતો. સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચેની બેઠક બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો હતો અને હવે પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમવિધિનું પોલીસ દ્વારા આયોજનકરવામાં આવ્યું છે. બીજી બાજુ મૃતકની હત્યા પાછળ સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ હતી કે આરોપીની ધરપકડ બાદ અન્ય કોઈ કારણ સામે આવશે. હાલ પોલીસે શકમંદ આરોપીની ધરપકડ કરીને સઘન તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *