અમદાવાદ શહેરમાં આવેલા કુબેરનગર વિસ્તારમાં આવેલા A-વોર્ડ રેલવે ફાટક પાસે આવેલી પ્રેમ બિલ્ડિંગનું ત્રણ માળનું કોમર્શિયલ કોમ્પ્લેક્ષ પડી ગયું હતું. અડધી રાત્રે બિલ્ડિંગ ધરાશાયી થયું એ સમયે ત્રણ યુવકો અંદર કામ કરતા હતા, જેમાંથી એક યુવકનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે લોકોને સારવાર અર્થે પાસેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ત્રણ યુવકો અંદર કામ કરી રહ્યા હતા
આ કોમર્શિયલ બિલ્ડિંગમાં ત્રણ યુવકો સિલાઇ કામ કરતા હતા. એ સમયે ધડાકાભેર બિલ્ડિંગ પડી ગયું હતું. બિલ્ડિંગ પડવાનો અવાજ સંભળાતા આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, સ્થળ પર પહોંચેલા સ્થાનિકોએ અંદર ફસાયેલા ત્રણ યુવકને બહાર કાઢવાના પર્યત્નો કાર્ય હતા. લોકોએ આ બનાવ અંગે પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે હાજર થઇ હતી.
પાંચ કલાક સુધી ચાલી બચાવ કામગીરી
કુબેરનગરમાં અડધી રાત્રે બિલ્ડિંગ ધરાશાયી થયું હોવાની જાણકારી મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને અંદર ફસાયેલા ત્રણ યુવાનોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. ફસાયેલા યુવકોને બચાવવાની કામગીરી પાંચ કલાક ચાલી હતી. ત્રણ યુવકોને રેસ્ક્યૂ કરી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ગંભીર રીતે ઘાયલ યુવકનું વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકનું નામ પ્રેમાભાઈ ચારણ (ઉ.વ. 23, રહે. કુબેરનગર) હોવાનું જાણવા મળ્યું છે.
બિલ્ડિંગ ધરાશાયી થતા આજુબાજુના રહેવાસીઓમાં ડરનો માહોલ
અમદાવાદના કોટ વિસ્તારમાં અનેક જર્જરીત મકાનો આવેલા છે. છેલ્લા પાંચ દિવસમાં કોટ વિસ્તારમાં મકાન પડવાની આ બીજી ઘટના બની છે. કુબેરનગરમાં સ્થાનીકો ઉંઘમાં હતા એ સમયે મોટા ધડાકા જેવો અવાજ આવ્યો હતો. ધડાકાભેર કંઇક પડ્યું હોય તેવો અવાજ સંભળાતા રહીશો બહાર નીકળી ગયા હતા. બિલ્ડિંગ ધરાશાયી થવાની જાણ થતાં બિલ્ડિંગની આસપાસના રહીશોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કોમ્પલેક્ષ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું અને મોડી રાતે પડી ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews