સમગ્ર રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થતો જે રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક આપઘાતની ઘટના રાજ્યના અમદાવાદ શહેરમાથી સામે આવી છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવાનની ધમકી તેમજ લગ્ન કરવા માટે દબાણ જેવી હરકતોથી કંટાળીને એક પરિણીતાએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.
આ મામલે એલિસબ્રિજ પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એલિસબ્રિજ વિસ્તારનાં ભુદરપુરામાં રહેતા ચંદુભાઈ પરમાર એક ગેરેજમાં કામ કરે છે. તેમની દીકરી આરતીના લગ્ન 5 વર્ષ અગાઉ અરવલ્લીમાં રહેતા વિષ્ણુભાઈ સાથે થયા હતા.
આરતીના સાસરે ફળિયામાં રહેતો દિનેશ બારિયા પતિની ગેરહાજરીમાં ઘરે આવીને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જેનાંથી કંટાળીને આરતી તેના પતિ તેમજ બાળક સાથે અમદાવાદ રહેવા માટે આવી ગઈ હતી. બંને દીકરાની સાથે સિંધુભવન રોડ ખાતે રહેતા હતા.
જેની જાણ દિનેશને થતા તે પણ અમદાવાદ આવીને વાડજ વિસ્તારમાં ભાડે મકાન રાખી રહેવા લાગ્યો હતો. થોડા દિવસ અગાઉ આરતી તેના પિતાના ઘરે હતી ત્યારે દિનેશ ત્યાં આવી ગયો હતો. આ સમયે દિનેશે ફોન કરીને આરતીને નીચે બોલાવી હતી અને ફરવા જવા માટે જણાવ્યું હતું.
આરતીએ ના કહેતા તેના ભાઈ તેમજ પિતાને મારી નાંખવાની ધમકી આપીને તેને ફરવા માટે લઈ ગયો હતો. ત્યારબાદ ફરી એક દિવસ આરતી એક તરફી પ્રેમી દિનેશની સાથે ફરવા ગઈ હોવાની જાણ તેના પતિને થતા તેણે તેના સસરાને જાણ કરી હતી. ત્યારબાદ દિનેશને ફોન કરીને આરતી ક્યાં છે તેવી પૂછપરછ કરતા તેનો ભાઈ આરતીને મૂકી ગયો હતો.
ત્યારબાદ બીજા દિવસે આરતીએ સવારે 7 મા માળેથી ઝંપલાવીને આપઘાત કરી લેતા એલિસબ્રિજ પોલીસ દ્વારા આ મામલે દિનેશ વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આમ, આ કેસ આગળ શું વળાંક લે ઈ તો જોવું જ રહ્યું!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.