તાજેતરમાં અમદાવાદના સરદારનગરના ઈન્દીરાનગરમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હોવાની ઘટના બની હતી. જેમાં મોબાઇલના પૈસાની લેતીદેતીમાં મિત્રએ મિત્રને છરીના ઘા મારી હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત મૃતકનો ઇજા પામેલો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમા તે મિનિટો સુધી જાહેર રસ્તા પર તડફડીયા મારતો રહ્યો હતો અને શરીરમાં ઘુસેલી છરી કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, શહેરના સરદાર નગર પોલીસસ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનતા પોલીસ દ્વારા કિશન ઠાકોર, વિપુલ ઠાકોર અને વિશાલ મકવાણા ઉર્ફે ગજનીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ પર મિત્ર નિખિલ પરમારની હત્યા કરાઈ હોવાનો આરોપ છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો આ ઘટના પહેલાનો એક વીડિયો સામે આવ્યો હતો.
આ વીડિયો હત્યા થયા ના અમુક જ મીનિટો પહેલાનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, એક યુવક જાહેર રસ્તા પર તડફડીયા મારી રહ્યો છે અને પોતાની પીઠ પાછળ લાગેલ છરીને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને આ ઉપરાંત તે લોહીલુહાણ હાલતમાં છે.
પોલીસે જણાવ્યું હતું કે, આ વીડિયો રવિવારના બપોરના સમયનો સરદારનગરના ઇન્દિરાનગર છપરાનો છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, આરોપી મિત્રો કિશન ઠાકોર, વિપુલ ઠાકોર અને વિશાલ મકવાણા ઉર્ફે ગજની છરીના ઘા મારી નિખિલ પરમારને પીઠના ડાબી બાજુના ભાગે ઇજા પહોંચાડી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. નિલેશને પીઠના ભાગે છરીના ઘા માર્યા બાદ લગભગ લાંબા સમય સુધી જાહેર રસ્તા પર તે તડફડીયા મારી રહ્યો હતો.
ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા 108 બોલાવી નિખિલ પરમારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યા ડોક્ટરએ તેને મૃત જાહેર કર્યો હતો. આ દરમિયાન સરદારનગર પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચી તપાસ શરુ કરવામાં આવી હતી અને આરોપીને શોધવા ચક્રો ગતિમાન કરી આરોપીઓની અટકાયત કરબ્વામાં આવી હતી.
આ ઘટનાની જાણ સરદાનગર પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે લોકોની પૂછપરછ શરુ કરી તો જાણવા મળ્યું કે આ હત્યા અન્ય કોઈએ નહિ પરંતુ મૃતકના મિત્રોએ જ કરી છે. ગણતરીના કલાકોમાં સરદારનગર પોલીસ દ્વારા આરોપી મિત્રો કિશન ઠાકોર, વિપુલ ઠાકોર અને વિશાલ મકવાણા ઉર્ફે ગજની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન આરોપી મિત્રોની પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, મૃતક નિખિલ પરમાર અને આરોપીઓ મિત્રો વચ્ચે મોબાઈલના 17 હજાર રૂપિયાની લેતીદેતીમાં ઝગડો થયો હતો.
ત્યારબાદ આ ઝગડો એટલો ઉગ્ર બની ગયો હતો કે મુખ્ય આરોપી કિશન ઠાકોરએ પોતાની પાસે રહેલ છરીના ઘા મારી દીધા હતા. અને મિત્ર નિખિલ મિનિટોમાં જ મૃત્યુ પામ્યો હતો. આ દરમિયાન સરદારનગર પોલીસ દ્વારા એટ્રોસિટી એક્ટ સહિત હત્યાનો ગુનો નોંધીને સમગ્ર તપાસ એસટીએસસી સેલને સોંપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.