અમદાવાદ(ગુજરાત): આજકાલ પોલીસ દ્વારા સતત દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી પાડવામાં આવતા હોય છે. અમદાવાદના કણભામાંથી 73 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, તેઓ કારખાનું ભાડે રાખીને આરોપીઓ દારૂનો સપ્લાય કરતા હતા. કણભામાં ફીનાઈલની આડમાં દારૂના સપ્લાય કરતા ગોડાઉનનો કણભા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ દ્વારા 73 લાખની કિંમતનો 1600 પેટી જેટલો દારૂ પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, બાકરોલમાં આવેલ રુદ્ર ઇન્સ્ટ્રીઝ નામના ગોડાઉન હરીશ સાગર અને રોહિત મારવાડી નામના આરોપીઓ દ્વારા આ ગોડાઉન માલિક પાસેથી ફીનાઇલનો ધંધો કરવાના નામે ભાડે લેવામાં આવ્યું હતું. પરંતુ વધુ પૈસા કમાવવા માટે આરોપીઓએ હરિયાણાથી 73 લાખની કિંમતનો 1600 પેટી દારૂ મંગાવ્યો હતો. ગોડાઉનનું શટલ બંધ કરીને રિક્ષામાં ભરી આ માલ સમગ્ર અમદાવાદ શહેરમાં વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.
કોઈને ગંધ ન આવે તે માટે ગોડાઉનમાં કામ કરતા લોકો ગુજરાત બહારના રાખ્યા હતા. પરંતુ, ગોડાઉનનું શટર બંધ કરીને રિક્ષામાં દારૂ ભરવાની મોડસ ઓપરેન્ડીના કારણે પોલીસના બાતમીદાર દ્વારા પોલીસને આ માહિતી આપવામાં આવી હતી. પોલીસ દ્વારા સુનિલ બિશનોઈ ,પ્રદીપ બિશનોઈ, મનોહર પવાર નામના મજૂરોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે મુખ્ય આરોપી જેને ગોડાઉન ભાડે રાખ્યું હતું તે હરીશ સાગર અને રોહિત મારવાડીને પકડવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.