અમદાવાદ(ગુજરાત): અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં ઇશનપુર વિસ્તારમાં થયેલા મહિલાની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળ રહી છે. અને સાથે સાથે 2 આરોપીઓની ધડપકડ કરી છે. આ બનાવની ચોંકાવનારી વાત તો એ છે કે મોઢે દુપટ્ટો બાંધવોએ મૃતક મહિલાને ભારે પડ્યું છે. એક પછી એક હત્યાના બનાવો અમદાવાદ શહેરમાંથી સામે આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ ઇશનપુરમાં મહિલાની થયેલી હત્યાનો ભેદ ઉકેલવા માટે કામે લાગી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળતા એક કિશોર અને અનિશ શેખ નામના આરોપીની ધડપકડ કરી છે.
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, 17મી જુલાઇની રાત્રે કિશોર આરોપી નારોલ બ્રિજ નીચે ગયો હતો. ત્યારે તેને એક મોઢે દુપટ્ટો બાંધેલ યુવતી સાથે બોલાચાલી થઇ હતી. તે દરમિયાન યુવતીના ઓળખીતાએ આવીને કિશોરને માર માર્યો હતો અને તેના ખિસ્સામાંથી 1500 રૂપિયા લઇ લીધા હતા.
આ ઝઘડાને કારણે કિશોર આરોપી તેના મિત્ર અનીશ શેખને લઈને મોટર સાઈકલ પર નારોલ બ્રિજ નીચે ગયા હતા. જો કે ત્યાં મૃતક મહિલા દુપટ્ટો બાંધીને બેઠી હતી. ત્યારે તેને પેટના ભાગે છરી મારીને ત્યાંથી ભાગી ગયો હતો. અને રસ્તામાં છરી ફેંકી દીધી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, જે મહિલા સાથે કિશોરને ઝઘડો થયો હતો તે મહિલા અન્ય કોઈ હતી. પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીની ધરપકડ કરી છે. નોંધનીય એ છે કે, જે મહિલાનું મોત થયું છે તે દેહ વેપાર સાથે સંકળાયેલી હતી.
અગાઉ પણ ગત 18 જુલાઈના રોજ અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક લાશ મળી આવી હતી. લાશની તપાસ કરતા કોઈએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. તેથી પોલીસે લાશનું પીએમ કરાવીને હત્યાનો ગુનો નોંધ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે, મરનાર વ્યક્તિ મૂળ સુરતનો રહેવાસી જીગ્નેશ આદિવાસી છે.
ક્રાઈમ બ્રાન્ચને મળેલ માહિતી અનુસાર, જીગ્નેશની હત્યા પાછળ શાબીર ખાન, રાજુ શિવમ ઉર્ફે શિવો અને રેખા નામની મહિલાનો હાથ છે. તેથી ક્રાઈમ બ્રાન્ચે કારંજ વિસ્તારમાંથી શાબીર ખાન, રેખા અને શિવમની ધડપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. તમામ હકીકત તપાસમાં સામે આવી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.