હાલમાં અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ સ્પા ચાલી રહ્યા છે. પરંતુ કેટલીક જગ્યાએ સ્પાનાં નામે ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો પણ ચાલતો જોવા મળે છે. હાલમાં થોડા દિવસ પહેલા સોલા પોલીસ દ્વારા રોડ પર બીભત્સ ચેનચાળા કરતી 15 રૂપલલનાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન શહેરના નરોડા વિસ્તારમાંથી પણ પોલીસ દ્વારા એવા જ એક દેહવેપારના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને 2 લોકોની ધરપકડ પણ કરી છે અને જેમાં સંચાલક અને મહિલા મેનેજર સામેલ છે.
નરોડા પોલીસને માહિતી મળી હતી કે, નરોડા વિસ્તારમાં આવેલ નીલકંઠ પેરેડાઈઝ કોમ્પ્લેક્સમાં આવેલ ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર 22માં આવેલ આયુશી સ્પામાં સ્પાના મલિક અમિત શાહ અને મહિલા મેનેજર બન્ને ભેગા મળી પોતાના આર્થિક લાભ માટે બહારથી ભાડે આવતી યુવતીઓને લાવી તેમને ગ્રાહક દીઠ 300 રૂપિયા આપવાનું નક્કી કરી પોતાના સ્પામાં રાખી બહારથી પુરુષ ગ્રાહકોને બોલાવી સ્પાની આડમાં કૂટણખાનું ચલાવી રહ્યા છે.
માહિતીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી અને મલિક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે અને સાથે સાથે ત્યાંથી 5 યુવતીઓ પણ મળી આવી હતી. આ અંગે તેમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. નરોડા પોલીસ દ્વારા આ મામલે આરોપીઓના આ કેસમાં ટ્રાફિક એક્ટની કલમ 3,4,5,7 મુજબ ગુનો દાખલ કર્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, આ લોકો કેટલા સમયથી આ પ્રકારનો વેપાર કરી રહ્યા હતા અને આ યુવતીઓ સિવાય અન્ય યુવતીઓને પણ સ્પા માં બોલાવતા હતા કે કેમ. શહેરના ગોતા, ભાડજ અને શીલજ તથા ઓગણજ જવાના રોડ પર જ્યાં ખુલ્લા ખેતર આવેલા છે ત્યાં ઘણા સમયથી રૂપલલનાઓ ઉભી રહેતી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
5 પોલીસની ટીમ દ્વારા આ વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાડજથી શીલજ જવાના રોડ પરના ખેતરો પાસે અને ઓગણજ જવાના રોડ પર આવેલા ખેતરો પાસેથી કેટલીક મહિલાઓ લોકોને બીભત્સ ઈશારા કરતી હતી. જેથી સોલા પોલીસ દ્વારા 15 જેટલી રૂપલલનાઓની ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.