MD drugs seized in Ahmedabad: અમદાવાદ SOGના એએસઆઈ જયેશ દેસાઈ, વિજેન્દ્ર ગેલોત તથા પ્રદ્યુમન સિંઘ પુવારે ગીતામંદિર ખાતેથી બે કિલો MD ડ્રગ્સ નો જથ્થો ઝડપી લીધો હતો. મળી આવેલ MD ડ્રગ્સની કિંમત આશરે 2 કરોડથી વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલીકે ક્રાઈમ બ્રાન્ચને ડ્રગ્સના કેસ કરવાનો આદેશ આપ્યો છે ત્યારે જ SOGની ટીમ દ્વારા બે કરોડથી વધારે ની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. જોકે, SOGના સિનિયર અધિકારીઓના આંતરિક વિવાદને લઈને સંપૂર્ણ પ્રકરણની વિગતો જાહેર થઈ શકે નથી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ગુજરાત એટીએસ તથા ખાસ ઓપરેશન કરતી SOG ની ટીમ દ્વારા અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં ચાલતા નશીલા પદાર્થો અને જીવલેણ MD ડ્રગ્સના વેપલા ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે. છેલ્લા ચોક્કસ સમય દરમિયાન એટીએસ અને SOG દ્વારા મોટા પ્રમાણમાં ડ્રગ્સ હેરોઈન તથા અન્ય માદક પદાર્થોના જથ્થો મોટા પ્રમાણમાં કબજે લેવામાં આવે છે. નવા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકએ દ્વારા ચાર્જ સંભાળતા ની સાથે જ MD ડ્રગ્સના મુદ્દાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેને પગલે SOG ના અધિકારીઓ અને કર્મચારીઓ આંતરિક ડખા વચ્ચે પેટ્રોલિંગ કરી રહ્યા છે.
SOG ની ટીમને બાતમી મળી હતી કે ગીતામંદિર બસ સ્ટેશન ખાતે એક પેડલર બે કિલો MD ડ્રગ્સ લઈને ડીલીવરી આપવા માટે ફરી રહ્યો છે. બસ સ્ટેશનમાં વોચમાં ગોઠવાઈ ગઈ હતી. ચોક્કસ પેડલર હાથમાં MD ડ્રગ્સ લઈને પહોંચ્યો કે તરત જ પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેની પાસેથી બે કિલો MD ડ્રગ્સ કબજે લીધું હતું. એમ ડી ડ્રગ્સ નો ભાવ અન્ય એજન્સી એક કિલોના પાંચ કરોડ રૂપિયા ગણે છે ત્યારે અમદાવાદ SOG દ્વારા એક કિલો નો ભાવ એક કરોડ રૂપિયા ગણી હાલ બે કરોડ રૂપિયાનો બે કિલો એમજી ડ્રગ્સ એક પેડલર સાથે ઝડપી લેવામાં આવ્યું છે.
જોકે વર્ષોથી સરાહનીય કામગીરી કરતી SOG ની ટીમના બે સિનિયર અધિકારીઓ વચ્ચે તાજેતરમાં જ થયેલા એક કાંડ બાદ બોલવાના પણ સંબંધ રહ્યા નથી. જેને પગલે ડ્રગ્સ ના જથ્થા સાથે પકડીને લાવેલા પોલીસ કર્મીઓ આ બાબતે જાહેરાત કરી દેવી કે કેમ તેને લઈને દ્વિધા અનુભવી રહ્યા હતા. ડ્રગ્સ સાથે ઝડપાયેલા પેડલરની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને ડ્રગ્સનો જથ્થો કોને પહોંચાડવાનો હતો જે અંગેની તપાસ ચાલી રહી છે SOG ની ટીમના અધિકારીઓ આંતરિક વિવાદ મૂકીને જો આ પ્રકરણની તટસ્થ તપાસ કરે તો ચોક્કસ મોટા રેકેટનો પરદાફાસ થાય તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube