વડોદરા/ નશામાં ટલ્લી થયેલી મોના હિંગુએ મચાવી બબાલ, પોલીસ પર કર્યો હુમલાનો પ્રયાસ

Girl fights with police in vadodara: સંસ્કારી નગરીને લાન્છન લગાવતી વધુ એક ઘટના સામે આવી રહી છે, આ વખતે એક યુવતી નશામાં ભાન ભૂલી હતી અને જાહેરમાં કાયદાનું ચીરહરણ કર્યું છે. મોના હિંગુ નામની યુવતી નશામાં(Girl fights with police in vadodara) વાહન હંકાર્યા બાદ પોલીસકર્મીની સામે થઈ હતી અને બેફામ ભાષાનો પ્રયોગ કરી રહી હતી. યુવતી નશામાં એટલી ધૂત હતી કે તેણે પોલીસ સાથે પણ હાથાપાઈ કરી લીધી હતી.

યુવતીએ નશામાં વાહન હંકારીને શનિવારે રાત્રે અકસ્માત પણ સર્જાયા બાદ લોકો રોડ પર એકઠા થઈ ગયા હતા આ દરમિયાન યુવતીને પોલીસે પણ શાંતિથી સમજાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ યુવતીએ નશામાં ધૂત હોવાથી પોલીસને પણ સાથ આપવાના બદલે ગાળાગાળી કરવાનું ચાલુ કરી દીધું હતું અને તેના પર હાથ પણ ઉપડયો હતો.

પોલીસની ટીમ કરી રહી હતી વાહન ચેકિંગ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગયા મહિને સર્જાયેલા એક ભયાનક અકસ્માત બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા સતત ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને રાત્રી દરમિયાન વાહન ચેકિંગની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત ગઈકાલે રાત્રે વડોદરાના ગોત્રી ગોકુળ નગર પાસે પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસની ટીમે એક કારને ચેકિંગ માટે રોકી હતી.

પોલીસે મોના હિંગુની અટકાયત કરીને આ મામલે વધુ કાર્યવાહી પણ કરી છે. વડોદરાના વાસણા રોડ પર રાત્રે બનેલી ઘટનામાં મહિલા નશામાં બેફામ બનીને અણછાજતું વર્તન કરી રહી હતી. પોલીસે યુવતી સામે ડ્રંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો છે અને આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે.

વાસણા રોડ પરથી યુવતી જઈ રહી હતી ત્યારે તેને અકસ્માત સર્જાયો હતો. યુવતી નશામાં હોવાથી તે ત્યાંથી ભાગવાનો ઘણા પ્રયાસ કરી રહી હતી પરંતુ લોકો ભેગા થઈ ગયા તથા પોલીસનો વધુ સ્ટાફ ઘટના સ્થળ પર આવે નહીં ત્યાં સુધી તેને રોકી રાખી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મહિલા પોલીસનો કાફલો જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યો તો મોનાને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેણે અભદ્ર વર્તન, ભાષા અને ઈશારા કર્યા હતા, આ તમામ ઘટના ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં લીધેલા વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.અને હાલ સોસીયલ મીડિયા માં ધૂમ મચાવો રહી છે.

વડોદરામાં બનેલી ઘટનામાં મોના હિંગુની પૂછપરછમાં કરતા ખુલાસો થયો છે કે તેણે વાસણા ભાયલી રોડ વિસ્તારમાં દારૂની મહેફિલ માણી હતી. આ પછી તે શહેરના વિસ્તારમાંથી કાર લઈને પોતાના ઘર બાજુ જઈ રહી હતી. આ યુવતી નેઈલ આર્ટનું કામ કરે છે અને તેણે નશો કરીને વાહન હંકાર્યું અને હંગામો કર્યો તે મામલે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *