અમદાવાદ સહિતનાં સમગ્ર રાજ્યમાં સાધુ-બાવાની કામલીલાઓ વારાફરતી વાયરલ થઈ રહી છે. ઈડરમાં આવેલ પાવાપુરી તીર્થના 2 જૈન સાધુઓની કામલીલાની ઘટના વાયરલ થયા બાદ વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુની કામલીલાનો કિસ્સો વાયરલ થયો છે.વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ ભક્તિકિશોર સ્વામી નામનાં સાધુની પ્રાઈવેટ ચેટિંગ વાયરલ થતાં હોબાળો મચી ગયો છે. ભક્તિ કિશોર સ્વામીએ પોતાના મોબાઈલમાંથી એક મહિલા સાથે બીભત્સ ચેટ કર્યું હોવાની જાણકારી સામે આવી છે. સાધુ અને મહિલાની પ્રાઈવેટ ચેટના સ્કિનશોર્ટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વડતાલ સ્વામિનારાયણ મંદિર પર એક મોટું કલંક લાગ્યું છે.
આ વિશે મળતી જાણકારી પ્રમાણે,વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુએ ભગવા કપડાં પહેર્યા હોવા છતાં તેમને સંસારની મોહ-માયા છૂટતી નથી એવી એક ઘટનામાં સંસારી મહિલા સાથે તેમની રાસલીલાનો પ્રદાર્ફાશ થયો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના ભક્તિકિશોર સ્વામી નામનાં સાધુની પ્રાઈવેટ ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. ભક્તિકિશોર સ્વામી મહિલા સાથે ચેટિંગ કરતા રંગેહાથે પકડાયા છે,એટલું જ નહીં ચેટમાં મોકલેલા ફોટામાં બીજા એક સાધુ મહિલાના કપડામાં દેખાતા મોટો પ્રશ્ન સર્જાયો છે. મંદિરની અંદર શું ચાલી રહ્યું છે તે લોકોના મુખે જુદી-જુદી વાતો ચાલી રહી છે.
વડતાલ સ્વામિનારાયણ મંદિરના ભક્તિકિશોર સ્વામીનો મહિલા સાથેનો તેમનો ફોટો પણ વાયરલ થયો છે. સ્વામિનારાયણ સાધુનું નામ ત્યાગવલ્લભ જણાવવામાં આવી રહ્યું છે,પરંતુ ભગવો પહેર્યો હોવા છતાં તેઓ સ્ત્રીનો ત્યાગ કરી શકતા નથી. આ કિસ્સા પછી સંસાર છોડીને સાધુ બનવા આવેલા આવા પાંખડી લોકોને લઈ અનેક સવાલો ઊભાં છે જો તેઓ સંસારની મોહમાયા છોડી ના શકતા હોય તો તેઓને મંદિરોમાં રહીને એશો-આરામની જિંદગી જીવીને મહિલાઓ સાથે રાસલીલા કરવાનો શું મતલબ છે ?
તેટલું જ નહીં,વડતાલ સ્વામિનારાયણ મંદિરના ભક્તિકિશોર સ્વામી નામનાં સાધુનું પ્રાઇવેટ ચેટ વાયરલ થયું છે, જેમાં તે સાધુ મહિલા સાથે એટલી હદ સુધી ગંદી વાતો કરે છે કે જેને સાંભળી કે વાંચીને પણ ધ્રુણા ઉપજે તેમ છે. સ્વામિનારાયણ મંદિરના ભક્તિકિશોર સ્વામી ખુલ્લેઆમ મહિલા સાથે અંગતપળો કાઢવાની પણ વાત કરે છે. બીજા એક સાધુ મહિલાના કપડામાં દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં,પરંતુ મહિલા સાથે તેમનો ફોટો પણ વાયરલ થયો છે. સાધુ ભગવો ઊતારી મહિલાના કપડામાં શું કરી રહ્યા છે ? તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ સાધુનું નામ ત્યાગ વલ્લભ છે, પણ મહિલાનો ત્યાગ કરી શકતા નથી. ઘર-સંસાર છોડીને સાધુ બનવા આવેલા પાંખડીઓ હાલ હિન્દુ ધર્મના સંસ્કાર ભૂલી ગયાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news