ગુજરાતનાં અમુક શહેરમાં ફોર વ્હીલર વાહનો સિવાયના વાહનોના પ્રવેશ અને તેના આવરજાવર અંગે દિવસ દરમિયાન ચોક્કસ સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. સરખેજ ગાંધીનગર હાઇવે પણ અમદાવાદ શહેરમાં આવી જતો હોવાથી આ નિયમ ત્યાં પણ લાગુ પડે છે.
ત્યારે એસજી હાઇવે પર જંગલી ઢોરની જેમ હંકાવતા ડમ્પરો કોઈનો જીવ લઈ લે એવી એક ઘટના સામે આવી છે. હકીકતમાં અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક ડમ્પરનું હાઇડ્રોલિક્સ ખુલ્લી જતા ડમ્પરનું ઠાઠું જોરદાર રીતે પુલ સાથે અથડાય છે.
ભાગ્યવશાત આ અકસ્માતમાં કોઈને પણ જાનહાનિ થઈ નથી. પરંતુ આ પ્રકારના ડમ્પરોની અટકાયત કરવી ખુબ જ આવશ્યક છે.આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોઈ જાગૃત નાગરિકે આનો વીડિયો ઉતારી લીધો હતો. જેના કારણે ડમ્પર ચાલકની હરકત જોવા મળી હતી.
અમદાવાદ : ટ્રકનું હાઇડ્રોલિક્સ ખુલી જતા ઓવરબ્રિજ સાથે ઠાઠું ધડાકાભેર અથડાયું, અકસ્માતનો વીડિયો વાયરલ pic.twitter.com/NMNp1iV352
— News18Gujarati (@News18Guj) November 1, 2020
ઘટનાની વિગત તપાસતા જણાયું હતું કે, આ આ અકસ્માત અમદાવાદ શહેરના હાર્દ સમા સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલા ગોતા ઓવરબ્રીજ નીચે બન્યો હતો.નાગરિક દ્વારા ઉતારવામાં આવેલ વીડિયોમાં એક ડમ્પર જોવા મળે છે. આ ડમ્પરનું હાઇડ્રોલીક્સ ખુલી જતા તેનું ઠાઠું ઊંચું થઈ ગયું હતું.
આ ઠાઠાએ પહેલાં ટેલિફોનના વાયરને અડફેટેમાં લઇ તોડી નાખ્યો હતો. જોકે, ડમ્પરમાં સાઇડ મીરર હોવા છતાં પણ આ ઘટનાની જાણ ડમ્પર ચાલકને નહોતીં. ડમ્પરનું ઠાઠું ગોતા ઓવરબ્રિજ નીચે ભયંકર રીતે અથડાયું હતું અને ડમ્પર એક બાજુથી હવામાં ઊંચું થઈ ગયું હતું.આ વીડિયો એક સજાગ નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.
હાલમાં લોકોની માંગણી છે કે, ટ્રાફિક પોલીસ આ પ્રકારના વાહનોનાં દિવસ દરમિયાન આવરજાવર પર અટકાયત કરે. સરખેજ ગાંધીનગર હાઇવે અમદાવાદનો હાર્દ સમો વિસ્તાર છે. આ હાઇવે શહેરનો મધ્યમાં આવતો હોવાથી આવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ભારે વાહનોની પ્રવેશબંધી કરવી એ હાઇવે પર અનિવાર્ય બની ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle