હાલમાં શહેરના ઘરેલુ હિંસક બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. અત્યાચારની ઘણી ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. હજી પણ સમાજમાંથી દહેજનું દૂષણ દૂર ન થયું હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન બીજી બાજુ સંતાનમાં દીકરાના જન્મની ઘેલછાનાં કારણે પણ અનેક પરિણીતાઓ એ શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવો પડતો હોય છે. આ દરમિયાન આવો એક કિસ્સો શહેરના પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
ઈસનપુરમાં રહેતી એક મહિલા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કે, લગ્નના એકાદ મહિના પછી તેના સાસરિયાં પક્ષે તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેના પતિ નાઈટમાં નોકરી કરતા હતા તેથી જો પરિણીતા તેની સાથે મોબાઇલ પર વાત કરે તો તેની નણંદ તેનો ફોન લઈ લેતા હતા અને દહેજ વિષે ત્રાસ આપતા હતા. લગ્નના ત્રણ મહિના પછી મહિલાને પ્રેગ્નન્સી રહી હતી. આ દરમિયાન મહિલાનું બ્રેસલેટ તેના સાસુએ લઈ લીધું હતું અને પરત ન આપવું પડે તે માટે ચોરીનો આરોપ લગાવ્યો હતો.
આ ઉપરાંત તેના નણંદ તેને તારો બાપ ભિખારી છે, તારા બાપની કોઈ ઈજ્જત નથી, ગરીબ કી છોકરી ક્યાં ભડકા આવું વારંવાર સંભળાવતા હતા. એટલું જ નહિ તેના પતિ અને સાસુ ગરીબની છોકરી ન લવાય તેમ કહીને સામાન ભરવાનું કહેતા હતા.
મહિલાએ દીકરીને જન્મ આપ્યો તેથીં તેના સાસરિયાંવાળાને ગમ્યું ન હતું. અને તેના સાસુ તેને કહેતા કે ‘આપણા કુટુંબમાં દરેક ને પહેલા ખોળે છોકરો આવે છે, તને કેમ છોકરી’ આમ ચાર મહિનાની દીકરી થતાં મહિલાના ના પાડવા છતાં તેના સાસુ બાળકીને રોટલી અને ચીકુ ખવડાવતા હતા.
જેથી તે બીમાર પડી જતી હતી. જોકે, આ દરમિયાન મહિલા ને બીજો ગર્ભ રહી જતા તેના સાસુ અને નણંદ એ કહ્યું હતું કે ‘જો ફરીથી દીકરી આવી તો આવી બનશે, એમ પણ મારો દીકરો તને રાખવા માંગતો નથી. દીકરી આવી તો તને રાખશે જ નહિ.’ આમ માનસિક તણાવમાં ગર્ભપાત થઈ જતાં મહિલા તેના પિયરમાં રહેવા ગઈ હતી. ત્યાં પણ તેના પતિ દ્વારા તેને છુટાછેડા આપી દેવા માટે દબાણ કરવામાં આવતું હતું.
જોકે, તેનો દિયર દીકરીને રમડવા ના બહાને લઈ ગયો હતો. અને જ્યારે બે દિવસ બાદ મહિલાએ દીકરીને પરત મૂકી જવા કહ્યું તો તેના નણંદએ તેને કહ્યું હતું કે, દીકરી જોઈતી હોય તો તાલાઘ પેપર પર સહી કર. જેથી મહિલાએ હેલ્પ લાઈનનો સહારો લઇને દીકરી પરત મેળવી લીધી હતી. જોકે, સાસરિયાંવાળા તેને લઈ ન જતા છેવટે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle