ખુબ લાંબા સમય બાદ આ દિગ્ગજ કલાકારની થઈ ધમાકેદાર વાપસી થતાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોનાં ચાહકોમાં છવાયો આનંદનો માહોલ

હાલમાં TV જગતની સૌથી પ્રખ્યાત શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ હાલમાં પણ લોકોના દિલમાં રાજ કરી રહી છે ત્યારે એક જાણકારી સામે આવી છે.…

હાલમાં TV જગતની સૌથી પ્રખ્યાત શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ હાલમાં પણ લોકોના દિલમાં રાજ કરી રહી છે ત્યારે એક જાણકારી સામે આવી છે. આ શો છેલ્લા અનેક વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. છેલ્લાં 12 વર્ષથી દર્શકોના દિલ પર આ શો રાજ કરી રહ્યો છે.

પોતાના અલગ તથા મજેદાર કન્ટેન્ટને લીધે આ શો હમેશા ચર્ચામાં રહેતો હોય છે. આની સિવાય શોના તમામ પાત્ર પણ લોકોના ખૂબ જ ફેવરિટ છે તેમજ હમેશાં ચર્ચામાં રહેતાં હોય છે. શોના તમામ પાત્રએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે કે, જેનાથી ફેન્સની સાથે જોડાયેલ છે પણ એક બાજુ જ્યાં કેટલાક પાત્રોએ શોને અલવિદા કહી દીધું છે.

આ શોના નિર્દેશક માલવ રાજદાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક ફોટો શેર કર્યો છે. આ પોસ્ટ દ્વારા તેણે શોના ચાહકોને જાણ આપવામાં આવી હતી કે, શોના પ્રખ્યાત પાત્ર નટુકાકા ફરી એકવાર પરત ફર્યા છે. ફોટોમાં ઘનશ્યામ નાયક શૂટિંગ કરતા નજરે પડી રહ્યા છે. આ ફોટોની સાથે માલવે કેપ્શનમાં લખ્યું હતું કે, તે સમગ્ર ટીમ માટે એક પ્રેરણાસ્ત્રોત નટુકાકા છે.

આ શોમાં ઘણા મહિનાથી નટ્ટૂ કાકા એટલે કે ઘનશ્યામ નાયક શોથી દૂર રહ્યાં હતા ત્યારે હવે ફરી તેઓ શોમાં વાપસી કરી રહ્યા છે. નટ્ટૂ કાકા ટૂંક જ સમયમાં તારક મહેતાના અપકમિંગ એપિસોડમાં જોવા મળશે. હકીકતમાં ઘનશ્યામ નાયકની થોડા સમય અગાઉ સર્જરી કરવામાં આવી હતી. જેને લીધે તેઓ રજા પર જતા રહ્યા હતા. ટૂંક સમયમાં અપકમિંગ એપિસોડ્સમાં નટ્ટૂ કાકા જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *