લગ્નની વર્ષગાંઠે જ પતિએ સંકેલી લીધી જીવનલીલા, નાના-નાના બે બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા

Ahmedabad: ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં વટવામાં રહેતા 40 વર્ષીય યુવાને તેની પત્ની પ્રેમી સાથે નાસી જતાં પતિએ લગ્નની એનિવર્સરીના દિવસે જ વીડિયો બનાવીને આપઘાત કરી લીધો હતો. પતિએ વટવા પોલીસ પાસેથી મદદ માંગી હતી પરંતુ પોલીસ તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળ્યા પતિએ કંટાળીને 18 વર્ષના લગ્નજીવનનો કરુણ અંત લાવી દીધો હતો.

જેમાં યુવકે આપઘાત કરી તે પહેલા એક વીડિયો હતો, યુવકે આ વીડિયોમાં કહ્યું છે કે પોલીસને કહ્યું કે, તમારી પત્ની કોઈ બીજા સાથે સંબંધ રાખે તો ચલાવી લેજો સાહેબ. આ યુવકે આપઘાત પહેલા અલગ અલગ પાંચ વીડિયો બનાવ્યા હતાં. આ વીડિયોમાં તેણે પત્નીના લગ્નજીવન વિશે અને બાળકો સાથે વાત કરી હતી. પોલીસકર્મચારીએ તેની સાથે જે રીતે વાત કરી એ અંગે પણ યુવકે આ વીડિયોમાં કહ્યું છે.

મળેલી માહિતી અનુસાર આ યુવકનું નામ મુકેશ પ્રિયદર્શી હતું, તેમણે તેમના લગ્નની વર્ષગાંઠના દિવસે જ મોત વ્હાલુ કર્યું છે. તેમણે કારણ કહેતા કહ્યું કે, પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને તેથી 18 વર્ષનું લગ્ન જીવન ભાંગી ગયું હતું. મુકેશે વીડિયોમાં કહ્યું છે કે, હું તારીખે 10ના રોજ આપઘાત કરીશ અને હું મારા આપઘાત પાછળ મારી પત્ની ઉર્મિલા પ્રિયદર્શી અને તેના પ્રેમી મનીષ રાજપૂતને જવાબદાર ગણાવ્યા છે.

તેને વધુમાં કહ્યું કે, હું આ બંનેના અનૈતિક સંબંધોથી ખુબજ કંટાળી ગયો છું. તેણે એમ પણ કહ્યું કે, મનીષસિંગ મારી પત્નીને ભગાડીને લઇ ગયો છે અને ક્યાં છે તે કહેતો નથી. ત્યાર બાદ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી અને ત્યારે સુરેશસાહેબે હું નીચી જાતિનો હોવાથી મારો સાથ આપ્યો ન હતો. અને મારી પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા.

મુકેશએ કહ્યું કે, હું મારી પત્નીને ખુબજ પ્રેમ કરું છુ, મેં મારા બે બાળકો મારે જીવવાનું વિચાર્યું પણ હું મારી પત્ની વગર નથી જીવી સકતો અને તેથી હું આ પગલું ભરું છુ. સુરેશ સાહેબએ મને કહ્યું કે, કાયદા અને બંધારણમાં લખ્યું છે કે સ્ત્રી ગમે તેટલા પુરુષો સાથે સબંધ રાખી શકે છે. તેમને એમ પણ કહ્યું કે તે એની ઇચ્છાથી ગઈ છે. મુકેશએ આપઘાત કરતા પહેલા પોતાની બાઈક વેચીને તેમના બંને બાળકોની સ્કૂલ અને ટ્યુશનની ફી પણ ભરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *