સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના અમદાવાદમાંથી સામે આવી છે.
ગુજરાતમાં આવેલ અમદાવાદમાં મહિલા ક્રાઈમના PSI સામે પૈસા પડાવવાની અરજી કરવામાં આવી છે. આ સમાચારથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદ શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI શ્વેતા જાડેજા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ખંડણીની ફરિયાદ નોંધાઇ છે. મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી 35 લાખ રૂપિયાની માંગ કરી હતી.
ગુજરાતમાં આવેલ અમદાવાદમાં મહિલા ક્રાઈમના PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી ટુકડે ટુકડે 35 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં અરજી થઈ હતી. જેની તપાસ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધયો છે. મહિલા PSI સામેના ગુનાની તપાસ અમદાવાદ SOGને સોંપવામાં આવી છે SOGએ PSI જાડેજાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં રૂપિયા 20 લાખ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં રેપ કેસના આરોપી GSP ક્રોપ કંપનીના MD કેનલ શાહે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના PSI શ્વેતા જાડેજા 35 લાખ રૂપિયાની માંગણી કર્યાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી હતી. GSP ક્રોપ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના એમડી કેનાલ શાહ વિરુદ્ધ 2017માં મહિલા કર્મચારીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આ કેસમાં કેનાલ શાહ વિરુદ્ધ સાક્ષીને ધમકી આપવાની બીજી ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
મહિલા PSI 2017ની બેચમાં PSI તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. મહિલા PSI શ્વેતા જાડેજા છેલ્લા ઘણા સમયથી મહિલા ક્રાઇમ બ્રાંચના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ સમય દરમિયાન જાન્યુઆરીમાં તેઓને એક કેસની તપાસ સોંપવામાં આવી હતી. આ કેસ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનનો વર્ષ 2019નો બળાત્કાર કેસ હતો. આ બળાત્કાર કેસના આરોપી સામે એક નહીં પણ બે-બે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની ફરી તપાસ મહિલા PSIને સોંપવામાં આવી હતી.
રેપ કેસ બાદ સાક્ષીને ધમકી આપવાની બીજી ફરિયાદ કેનલ શાહ વિરુદ્ધ નોંધાઈ બાદમાં કેનલ શાહએ લેખિત અરજી આપી રજુઆત કરી હતી કે, પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈનો ચાર્જ ધરાવતા પીએસઆઈ શ્વેતા જાડેજા પાસે તેઓ વિરુદ્ધ થયેલા બળાત્કારના કેસની તપાસ છે પીએસઆઈ જાડેજાએ તેઓ પાસે રૂપિયા 35 લાખની માગણી કરી જે મુજબ તેઓએ અમુક ચૂકવી છે. જો પૈસા ના આપું તો બે કેસ થયા હોવાથી પીએસઆઈ જાડેજાએ કેનલ શાહને પાસા હેઠળ જેલમાં પુરવાની ધમકી આપી હતી.
અરજી મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે મહિલા પીએસઆઈ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. અને તપાસમાં 20 લાખ રૂપિયા મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ SOGએ મહિલા પીએસઆઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઇમબ્રાન્ચના સ્પેશયલ પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, પીઆઈનો ચાર્જ ધરાવતા પીએસઆઈ શ્વેતા જાડેજાએ રેપ કેસની તપાસમાં અરજદારને પાસા હેઠળ પુરી દેવાનું જણાવી 35 લાખ રૂપિયાની માગણી કર્યાની અરજી મળી હતી. જે અંગે તપાસમાં પુરાવા મળતાં પીએસઆઈ શ્વેતા જાડેજા વિરુદ્ધ ગુનો નોંધી હાલમાં તેઓની પૂછપરછ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news