અમદાવાદના ચકચારી આઈશા આપઘાત કેસમાં નફ્ફટ પતિને કોર્ટે ફટકારી 10 વર્ષની સજા

અમદાવાદ(Ahmedabad): આજરોજ આઈશા આત્મહત્યા કેસ(Ayesha suicide case)માં સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી છે. 25 ફેબ્રુઆરી 2021ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પાસે આઈશાએ પતિના ત્રાસના કારણે મોત વ્હાલું કર્યાં પહેલા વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. સેશન્સ કોર્ટે ચુકાદામાં વાઇરલ વીડિયો અને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફિકને મહત્વનો પુરાવો ગણ્યો છે. કોર્ટે કહ્યું કે, સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને છોડી ન શકાય. તેની સાથે સાથે કોર્ટે આઈશાનો ગર્ભપાત થયો હોવાની પણ કોર્ટે નોંધ લીધી છે. તેમજ ઘરેલુ હિંસાનો ભોગ બનેલી યુવતીની આત્મહત્યાને દુઃખદ ગણાવી હતી.

​​​​​​​​​​​​​​2 માર્ચ, 2021ના રોજ પોલીસ આરિફને રાજસ્થાનથી અમદાવાદ લઈ આવી હતી. જોકે લોકઅપમાં પૂછપરછ વખતે આરિફના ચહેરા પર આઈશાના મોતનો જરા પણ રંજ દેખાતો ન હતો, આંખમાંથી એક આંસુ પણ સર્યું ન હતું. પોલીસે જ્યારે તેને પકડ્યો ત્યારે જાણે કશું થયું જ ન હોય તેમ પોલીસની સાથે ચાલવા લાગ્યો હતો. પીઆઈ વી. એમ.દેસાઈ અને ઝોન-1 ડીસીપી ડો. રવીન્દ્ર પટેલની પૂછપરછમાં આરિફે આઈશાના મોતનો જરા પણ અફસોસ વ્યક્ત કર્યો ન હતો. આરિફના આવા વર્તનથી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. આઈશાના ગર્ભપાત બાદથી જ બંને વચ્ચે ગજગ્રાહ હોવાનું તેણે કબૂલ્યું હતું.

આત્મહત્યા કરતા પહેલા પરિણીતાએ જે વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે “હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન… ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું…ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે…ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે.”ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે? અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા બાપ બહુત અચ્છે મિલે દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજમે યા શાયદ તકદીર મેં, મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.’

‘એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફ કરો એક તરફા મેં કુછ હાસિલ નહિ હે.ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે,એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું,ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે.ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હે, થેંક્યું .મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા.

આઈશાએ પોતાના દહેજભૂખ્યા પતિ આરીફ ખાનને કારણે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. આપઘાત પહેલાં પણ આઈશાએ આરીફને ફોન કરી મરવાનું કહ્યું હતું. તે સમયે પણ આરીફે તેને મરવું હોય તો મરી જા એવો જવાબ આપ્યો હતો. આઈશાના આપઘાત પણ તેના નફ્ફટ પતિએ વોટ્સએપ સ્ટેટસ રાખ્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, કોન ચલા ગયા યે ઈમ્પોર્ટન્ટ નહીં હૈ, કૌન અબ ભી સાથ હૈ વો ઈમ્પોર્ટન્ટ હૈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *