પંજાબના મોગા વિસ્તારમાં ગુરુવારના રોજ મોડી રાત્રે અંદાજે ૧૧ વાગીને ૧૫ મિનીટ પર વાયુ સેનાનું ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 ક્રેશ થયું હતું. આ ફાઇટર એરક્રાફ્ટ મોગા વિસ્તારના લંગેઆના ગામ પાસે ક્રેશ થયું હતું. આ વાયુ સેનાના ફાઇટર એરક્રાફ્ટ મિગ -21ના પાયલટ અભિનવ ચૌધારીનું મૃત્યુ થયું હતું.
તમને જણાવી દઈએ કે આ ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 એ રાજસ્થાનના સુરતગઢ એરબેઝ પરથી ઉડ્યું હતું. ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 ઇનાયાતપુરામાં પ્રેક્ટીસ કરીને પરત ફરી રહ્યું હતું. જેમાં બેઠેલ પાયલટ ટ્રેનીંગ લઇ રહ્યા હતા. આ સમગ્ર દુર્ઘટનાની જાણ થતાની સાથે જ બર્થીડા એરફોર્સ સ્ટેશન અને હલવારા એરફોર્સ સ્ટેશનથી વાયુ સેનાની ટુકડી ઘટના સ્થળે પહોચી હતી.
ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 રાત્રે ૧૧:૧૫ વાગ્યા આજુબાજુ લંગેઆના ગામ નજીક ૫૦૦ મીટર દુર ખેતરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાયલટ અભિનવ ચૌધરી મૃત્યુ પામ્યા હતા. ૪ કલાકની મહેનત કર્યા બાદ પાયલટ અભિનવ ચૌધરીના મૃતદેહ ખેતરોમાંથી મળી આવ્યો. પરંતુ ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 પ્લેન ક્રેશ થવાને કારણે ગામમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નહોતું.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.