તમને એક મનોરંજક ફિલ્મમાં શું જોઈએ છે…એક્શન, ડ્રામા, ઈમોશન, સ્ટોરી, સારા કલાકારો… ભોલામાં તે બધું જ છે જે એક સામૂહિક ફિલ્મમાં જરૂરી છે, ભોલા તમિલની ફિલ્મ ‘કૈથી’નું રિમેક છે. આ ફિલ્મ તમને શરૂઆતથી અંત સુધી બધું ખુબજ પંસદ આવશે, જેની તમે અપેક્ષા રાખો છો તે તમને આ ફિલ્મમાં જોવા મળશે.
જે દર્શકોએ ‘કેથી’ જોઈ છે તેઓને સ્ટોરી ખબર જ હશે, પણ જેમણે નથી જોઈ, તેમને થોડું આ ફિલ્મ વિષે કહી દઈએ. ફિલ્મમાં તબ્બુ એક પોલીસ ઓફિસર છે, તે ડ્રગ્સનો મોટો જથ્થો પકડી લે છે અને શહેરભરના ગુંડાઓ તેની પાછળ આવે છે. આવી સ્થિતિમાં 10 વર્ષ પછી જેલમાંથી બહાર આવેલા ‘ભોલા’ની મદદ લે છે. ભોલા તેની દીકરીને મળવા માંગે છે, પછી શું થાય છે… શું ભોલા દીકરીને મળે છે… શું તબ્બુ ગુંડાઓને હરાવી શકશે… આ બધા સવાલના જવામ માટે તમારે ફિલ્મ જોવી પડશે.
અજય દેવગન અદ્ભુત છે… તે દરેક સીનમાં પોતાની વીરતા બતાવે છે.. જ્યાં તેને અંડરપ્લે કરવાનો હોય તે અંડરપ્લે કરે છે. દીકરી સાથે વાત કરતી વખતે તેના ચહેરા પર જે લાગણીઓ આવે છે તે તમારી આંખોમાં આંસુ લાવી દેશે. તે એક્શન સીનમાં ખુબજ અદભૂત છે. તબ્બુ આ ફિલ્મની જીવ છે. તબ્બુ પોલીસ ઓફિસરના રોલમાં એટલી ફિટ છે કે તે એક એક્ટર છે એવું નથી લાગતું, તે પોલીસ ઓફિસર લાગે છે.
ફિલ્મની શરૂઆત હીરો અજય સાથે નહીં પણ તબ્બુથી થાય છે. કદાચ અજય દેવગનની આ ખાસિયત છે કે હીરો હોવા છતાં તેણે હીરોઈનને હીરોની એન્ટ્રી આપી અને દરેક સીનમાં જબરદસ્તી હીરોઈઝમ નથી બતાવી. એક દ્રશ્ય જ્યાં અજય તેની પુત્રી સાથે ફોન પર વાત કરે છે અને તે વાતચીત થતી નથી, આ દ્રશ્ય તમારી આંખોમાં આંસુ લાવી દેશે. ફિલ્મમાં ઘણા એવા સીન છે જે જોઇને તમે સીટીઓ અને તાળીઓ વગાડશો.
આ ફિલ્મનું નિર્દેશન અજય દેવગણે પોતે કર્યું છે. તે જેટલા સારા અભિનેતા છે તેટલા જ સારા ડાયરેક્ટર પણ સાબિત થઈ રહ્યા છે. અજય સારી રીતે જાણે છે કે તેણે ક્યાં અને કેટલું કામ કરાવવાનું છે અને ક્યાં અને કેટલા ફૂટેજ આપવાના છે. એવું નથી કે ખાલી ડાયરેક્ટર જ છે, તે પોતે હીરો પણ છે, તેથી તે દરેક સીનમાં પોતાને ફીટ કરે છે. અજયે સારા કલાકારોને પસંદ કરીને ફિલ્મમાં કર્યા કર્યું છે.
ફિલ્મની સૌથી મોટી ખામી એ કહી શકાય કે તે રિમેક છે. ભલે તેણે તેને શાનદાર રીતે રિમેક બનાવ્યું હોય, પરંતુ જો તે કંઈક નવું બનાવે તો વધુ મજા આવશે. ભોલાના પાછલા જીવનની વાર્તા વધુ સારી રીતે બતાવી શકાઈ. ભોલા અને તેની દીકરી વચ્ચેના દ્રશ્યો જબરદસ્ત છે. જો તેમને થોડું વધારે લંબાવાયું હોત તો ફિલ્મનું ઈમોશનલ કનેક્શન વધુ હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.