રાજકોટ(ગુજરાત): આજકાલ રાજ્યમાં આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન શહેરમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ચાર મહિના પહેલા આણંદથી રાજકોટ રહેવા આવેલા 24 વર્ષના યુવાનને પ્રેમમાં નિષ્ફળતા મળતાં તેને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ, રાજકોટના રૈયા ગામમાં આવેલી અંજલી ડેરી પાસે ચિરાગભાઈ દિનેશભાઈ તેરૈયાના મકાનમાં ભાડે રહેનારા આકાશ દિનેશભાઈ મકવાણા નામના 24 વર્ષીય યુવાને ગળાફાસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું છે. યુવાને પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક આકાશ મૂળ આણંદનો વતની હતો અને તે છેલ્લા ચાર મહિનાથી રાજકોટ રૈયા ગામ ખાતે માતા અને બહેન સાથે રહી કડિયા કામ કરતો હતો. ગઈકાલે મૃતક આકાશના માતા આણંદ ગયા હતા અને બહેન પણ બહાર ગઈ હતી. આ દરમિયાન, આણંદથી તેની માતાએ તેને ફોન કર્યો હતો. પરંતુ, તેને ફોન રિસીવ ન કરતાં માતાને કંઈક અજુગતું બન્યું હોવાનું લાગ્યું હતું.
ત્યારબાદ તેણે મકાનમાલિકને ફોન કરીને આકાશની તપાસ કરવા કહ્યું હતું. આ મામલે મકાન માલિકે જ્યારે રૂમમાં જોયું તો આકાશની લાશ દોરડું બાંધેલી હાલતમાં લટકતી હતી. ત્યારે સમગ્ર મામલે મકાન માલિક દ્વારા 108ને જાણ કરવામાં આવતા તાત્કાલિક અસરથી 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ત્યારબાદ 108ની ટીમ દ્વારા આકાશની નીચે ઉતાર્યો હતો અને તેની તપાસ કાર્ય બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલાની જાણ કંટ્રોલ મારફતે યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના અજય સિંહ ચુડાસમા તેમજ રાકેશભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ ઉપરાંત, જરૂરી પંચનામાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી હતી. તેમજ કાર્યવાહી પૂર્ણ થતા લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આકાશ આણંદની એક યુવતીના પ્રેમમાં હતો. પરંતુ, યુવતી તરફથી કોઈ રિસ્પોન્સ ન મળતા તે શોકમાં ગરકાવ થઈ ગયો હતો અને જેના કારણે તેણે આ પ્રકારનું આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.