સગા ભાઈની જેમ રહેતા અક્ષય-કપિલ વચ્ચે દરાર? જાણો એવું તો શું થયું કે, અક્ષયે કપિલ શર્મા શો માં જવાની ના પાડી દીધી

હાલમાં જ જાણવા મળ્યું છે કે, પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમાર(Akshay Kumar) કપિલ શર્મા શોમાં(Kapil Sharma show) તેની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ના(Bachchan Pandey) પ્રમોશન માટે નહીં આવે. અક્ષય કુમારે પોતે આ શોમાં જવાની ના પાડી દીધી છે. મીડિયા રીપોર્ટ અનુસાર કપિલે શોના છેલ્લા એપિસોડમાં વડાપ્રધાન મોદીની(Prime Minister Modi) મજાક ઉડાવી હતી, અક્ષય આ કારણે કપિલથી નારાજ છે અને પોતાની ફિલ્મના પ્રમોશન માટે શોમાં જઈ રહ્યો નથી તેવી માહિતી મળી છે.

અક્ષય હંમેશા કપિલના જોક્સને એન્જોય કરતો આવ્યો છે. તેણે ક્યારેય પોતાના જોક્સ અંગે ફરિયાદ કરી ન હતી. હમણાં જ અક્ષય તેની છેલ્લી ફિલ્મ અતરંગી રેના પ્રમોશન માટે કપિલ શર્મા શોમાં પહોંચ્યો હતો. તે જ દરમિયાન કપિલે અક્ષયના પ્રાઈમ મિનિસ્ટર વાળા ઈન્ટરવ્યુની મજાક ઉડાવી હતી. પરંતુ પીએમની મજાક ઉડાવી એ અક્ષયને બિલકુલ પસંદ નહોતું આવ્યું. તેમણે કહ્યું કે, તેમના ઈન્ટરવ્યુમાં પ્રખ્યાત વ્યક્તિત્વને કોણ પૂછશે કે તમને કેરી ખાવાનું કેવી રીતે ગમે છે.  ખરેખર, 2019ની લોકસભા દરમિયાન અક્ષયે વડાપ્રધાન મોદીનો ઈન્ટરવ્યુ લીધો હતો. જેમાં તેણે પીએમને આ સવાલ પૂછ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષયે શોના મેકર્સને પીએમ પાર્ટનું પ્રસારણ ન કરવાની વિનંતી કરી હતી. નિર્માતાઓ સંમત થયા હોવા છતાં, ક્લિપ પછીથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી. જે બાદ અક્ષય નેટીઝન્સ દ્વારા ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *