આતંકવાદી સંગઠન(Terrorist organization) અલ-કાયદા(Al-Qaeda)ના સહયોગી AQIS એ પયગંબરના અપમાનનો બદલો લેવા હિંદુઓને નિશાન બનાવવા માટે દેશમાં આત્મઘાતી હુમલાની ચેતવણી આપી છે. આતંકવાદી જૂથે સોશિયલ મીડિયા(Social media) પર એક પત્રમાં હિન્દુઓ પર હુમલાની ધમકી આપી છે.
પત્રમાં આતંકવાદી જૂથે આત્મઘાતી હુમલામાં પયગંબર વિરુદ્ધ બોલનાર દરેક વ્યક્તિને મારી નાખવાની ધમકી આપી છે. અલ-કાયદાએ હિંદુઓ પર આતંકવાદી હોવાનો આરોપ મૂક્યો છે, જેમણે ભારતની ધરતી પર કબજો જમાવ્યો છે અને પોતાને પયગંબરની ગરિમા માટે લડવૈયા ગણાવ્યા છે.
“તમારી સેના પણ તમારું રક્ષણ કરી શકશે નહીં”
પત્રમાં, અલ-કાયદાએ કહ્યું કે, તેઓ અન્ય લોકોને તેમના માટે લડવા અને તેમના પયગંબરનું અપમાન કરનારાઓને મારી નાખવા માટે કહેશે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “અમે અમારા પયગંબર વિશે ખરાબ બોલનારાઓને મારવા માટે અમારા શરીર અને બાળકોના શરીર પર બોમ્બ બાંધી દેશું.”
આતંકવાદી જૂથે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, “ભગવા આતંકવાદીઓએ હવે દિલ્હી, મુંબઈ, યુપી અને ગુજરાતમાં તેમના અંતની રાહ જોવી પડશે. આવા લોકો ન તો તેમના ઘરમાં સુરક્ષિત રહી શકશે અને ન તો તેમની સેના સુરક્ષા કરી શકશે.”
Al-Qaida in the Indian Subcontinent (AQIS) has issued a communique threatening the “Hindutva terrorists occupying India” over an Indian TV segment in which a BJP party spokesperson encouraged mocking or insulting aspects of Islam, including the Prophet Mohammed.
— Evan Kohlmann (@IntelTweet) June 7, 2022
ગઝવા-એ-હિંદ વિશેનો પત્ર:
આ પત્ર એક ટીવી ડિબેટ દરમિયાન પયગંબર મોહમ્મદ પર ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો ઉલ્લેખ કરે છે. પત્રમાં ઉપમહાદ્વીપના લોકોને યાદ અપાવવાનો પણ ઉલ્લેખ છે કે તેમના પયગમ્બરે તેમને ભારતના યુદ્ધ (ગઝવા-એ-હિંદ) વિશે પહેલેથી જ કહ્યું હતું અને આ યુદ્ધમાં મુસ્લિમોની જીતની ભવિષ્યવાણી કરી હતી.
“અમે ભારતના શાસકો માટે મૃત્યુ અને વિનાશની લહેર લાવશું, અને તેઓને વધસ્તંભે જડવામાં આવશે, કેદ કરવામાં આવશે અને સાંકળોથી બાંધવામાં આવશે.”
પત્રની તપાસ કરી રહેલી સુરક્ષા એજન્સીઓ:
હાલમાં સુરક્ષા એજન્સીઓ સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા આ પત્રની તપાસ કરી રહી છે. એજન્સીઓ એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે તેને સોશિયલ મીડિયા પર કોણે અપલોડ કર્યો. અલ-કાયદા સાથે જોડાયેલ અને અફઘાનિસ્તાનમાં કાર્યરત આતંકવાદી જૂથ AQISની નજર ભારત પર છે.
યુએનએ તેના તાજેતરના રિપોર્ટમાં ચેતવણી આપી છે કે સંગઠને તેના મેગેઝીનનું નામ ‘નવા-એ-અફઘાન જેહાદ’થી બદલીને ‘નવા-એ-ગઝવા-એ-હિંદ’ કરી દીધું છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ આતંકવાદી જૂથ ભારતમાં તેની ગતિવિધિઓ વધારી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.