દુનિયામાં ફરી એક વખત કોરોનાએ પકડી રફતાર: ભારતમાં પણ મંડરાઈ રહી છે ખતરાની ઘંટડી, 40 કરોડ લોકોનો જીવ જોખમમાં

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

ત્યારે ફરી એક વાર સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ભારતમાં દરરોજ 40 હજાર જેટલા નવા કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. ગત અઠવાડિયે સમગ્ર વિશ્વમાં કોરોનાના કુલ 34 લાખ નવા કેસ નોંધાયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) જણાવ્યા અનુસાર, ગત સપ્તાહમાં કોરોના વાયરસના ટોટલ 3.4 મિલિયનથી વધુ નવા કેસો નોંધાયા છે. જે ગત સપ્તાહ કરતા 12 ટકા વધારે છે. જયારે બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સીનું કહેવું છે કે મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ગત અઠવાડિયે લગભગ 57,000 લોકો વિશ્વભરમાં કોરોનાથી મોતને ભેટ્યા છે.

કોરોનાના કેસોમાં સૌથી વધુ વધારો યુરોપિયન અને પશ્ચિમી પેસિફિક દેશોમાં થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ગત સપ્તાહમાં કહ્યું હતું કે, કોરોનાના મોટા ભાગના કેસો બ્રિટન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, યુ.એસ. અને ભારતમાં છે.

ભારતની વાત કરીએ તો કોરોનાની બીજી લહેર બાદ હાથ ધરવામાં આવેલ રાષ્ટ્રવ્યાપી સર્વે મુજબ, હજુ પણ લગભગ 40 કરોડ લોકો માથે કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. રીપોર્ટ અનુસાર દેશની ત્રીજા ભાગની વસ્તીમાં એન્ટીબોડી નથી.

દેશમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, ઓડિશા અને ઉત્તરપૂર્વના તમામ રાજ્યોમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. દરરોજ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે બીજી બાજુ આંધ્રપ્રદેશ, કેરળ, દિલ્હી, ઉત્તરાખંડ અને ઉત્તર પૂર્વના 8 રાજ્યોમાં સક્રિય કેસો વધી રહ્યા છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,383 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 507 લોકોનાં મોત નીપજ્યાં છે. જયારે બીજી બાજુ કોરોના સામે 38,652 દર્દીઓએ જંગ જીતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *