દિલ્હીમાં હજુ પણ દીકરીઓ સુરક્ષિત નથી- છોકરીઓની છેડતી કરીને વિડીયો ઉતાર્યો અને…

Published on: 11:40 am, Thu, 22 July 21

દિલ્હીમાં રાત્રી દરમિયાન હજુ પણ દીકરીઓ સુરક્ષિત નથી. તેની ફરી એક વાર સાબિતી થઇ છે. હૌજ ખાસ ગામમાં કેટલાક પૂર્વકર્મીઓએ ઉત્તર પૂર્વની યુવતીઓને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. અને ત્યારબાદ ભારે બબાલ મચી હતી. ત્યારબાદ યુવતીઓ ચીસો પાડવા લાગી હતી. યુવતીઓએ ચાલાકીથી પોતાના મોબાઈલમાં આ યુવાનોનો વિડીઓ પણ કેદ કરી લીધો. આ જોઇને યુવકોએ યુવતીઓ પાસે માફી માંગવાનું શરુ કર્યું હતું. ડરી ગયેલા યુવકો ત્યાંથી નાચી છુટ્યા હતા.

સોશિયલ મીડિયા પર યુવતીઓએ પોતાના કેમેરામાં કેદ કરેલો વીડિયો વાયરલ કરી દીધો હતો. ત્યારબાદ મહિલા આયોગે આ મામલે નજરે જોતાં પોલીસને કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વિડિઓ લગભગ દસ મિનિટનો છે, જેમાં તેણે પોતાની સાથે ઘટેલી ઘટના વર્ણવી હતી. યુવતીઓ કહે છે કે જ્યારે તે રાતે હૌજ ખાસ ગામમાં ઉભી હતી ત્યારે યુવકોના ટોળાએ તેમને અટકાવી અને પૂછ્યું કે તમારો ભાવ શું છે?

જેને લીધે યુવતીઓ ગુસ્સે થઇ ગઈ હતી અને તેણે વિડીઓ ઉતારવાનું શરુ કર્યું હતો. ત્યારબાદ યુવકો યુવતીઓની માફી માંગવા લાગ્યા હતા. દિલ્હી મહિલા પંચે દિલ્હી પોલીસને નોટિસ મોકલી કાર્યવાહી કરવાની માંગ કરી છે. મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ પાલીવાલનું કહેવું છે કે આ ખૂબ ગંભીર બાબત છે. ઉત્તર પૂર્વના રાજ્યોની યુવતીઓ સાથેની આ ઘટના જોઇને મને ખુબ જ ખરાબ ઘટના લાગી.

ડીસીડબ્લ્યુડી પ્રમુખ સ્વાતિએ કહ્યું છે કે, જ્યારે મેં ઉત્તર પૂર્વીય યુવતીઓ સાથેની આ ઘટનાનો વીડિયો જોયો ત્યારે મને ખૂબ જ ખરાબ લાગ્યું અને હું પણ ગુસ્સે થઈ ગઈ. કેવી રીતે દિલ્હીમાં દુષ્કર્મ કરનારાઓ એક મહિલા પાસે જઈને આવી ખરાબ વાત કરવા માટે આટલી હિંમત કરે છે. આરોપીઓ સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આરોપીઓ ખુલ્લેઆમ જ ફરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.