સુરત(ગુજરાત): રાજ્યમાં દરીનું હેરાફેરીમાંતે આજકાલ બુટલેગરો અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. આ દરમિયાન, મકાઈના ડોડાની આડમાં સેલવાસથી સુરતના કાપોદ્રા સુધી દારૂનો જથ્થો લઈ આવનાર રત્નકલાકારને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, દારૂનો ધંધો કરવાના ઇરાદે તેના બે મિત્રો સાથે મળીને આ દારૂ સેલવાસથી મંગાવવામાં આવ્યો હતો. બે વખત અલગ-અલગ સ્થળ ઉપર આ ટેમ્પો છુપાવી રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્રીજી વખત બહાર કાઢકા સમયે પોલીસને પકડવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.
કાપોદ્રા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે, પાસોદરાથી એક સિલ્વર ટેમ્પામાં મકાઈના ડોડાની આડમાં દારૂ લાવવામાં આવી રહ્યો છે. આ દારૂ અશ્વનિકુમાર રોડથી રૂપાલી સોસાયટી તરફ જવાનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા હીરાબાગ કાપોદ્રા પાસે વોચ ગોઠવીને એક સિલ્વર ટેમ્પોને અટકાવવામાં આવ્યો હતો. પોલીસે ડ્રાઇવર કાપોદ્રામાં સૌરાષ્ટ્ર સોસાયટીમાં રહેતા જીગર સુધીર સાવલીયાની પુછપરછ કરી ટેમ્પોમાં તપાસ કરતા અંદર મકાઇના ડોડા હતા, તેની નીચે પુઠાના બોક્સમાં 1.97 લાખ રૂપિયાની કિંમતનો દારૂ મળી આવ્યો હતો.
આ અંગે કાપોદ્રા પોલીસે જીગરની પુછપરછ કરતા તેને કહ્યું કે, અમરોલીમાં રહેતા સુરજ ઉર્ફે કાલુ શાહુ તથા સિદ્ધાર્થની સાથે ભેગા મળીને દારૂનો વેપાર શરૂ કર્યો છે. જીગર હીરાના કારખાનામાં કામ કરતો હતો. પરંતુ, લોકડાઉનમાં કામ ઓછું થતા આર્થિક મુશ્કેલી થઇ હતી જેથી તેણે સુરજ, સિદ્ધાર્થની સાથે મળીને દારૂની ખેપ મારવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત, સુરજ અને સિદ્ધાર્થે સેલવાસના અમિત નામના બુટલેગર પાસેથી દારૂ મંગાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
જાણવા મળ્યું છે કે, અમરોલી કોસાડમાં રહેતો રવિ નામનો યુવક આ દારૂ લઇને આવ્યો હતો. રવિએ આ ટેમ્પોને પાસોદરામાં અવાવરું જગ્યા ઉપર મુકી દીધો હતો અને આ ચાવી જીગરને આપી દીધી હતી. ત્યારબાદ જીગર ટેમ્પો લઇને સુરત આવતો હતો ત્યાં જ કાપોદ્રા પોલીસ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા જીગરની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે જીગરના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા હાલ પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.