દેશમાં કોરોનાથી છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધારે 195 મૃત્યુ, 3900 નવા કેસ સામે આવ્યા

દેશમાં કોરોનાવાયરસના કારણે છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધી સૌથી વધારે મૃત્યુ થયા છે અને સૌથી વધારે નવા કેસ સામે આવ્યા છે.દેશમાં કોરોનાવાયરસ સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો વધીને 46 હજારને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય મંગળવારે આ જાણકારી આપી.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોનાવાયરસ થી અત્યાર સુધી 1568 લોકોનું મૃત્યુ થયું છે જ્યારે સંક્રમિતની સંખ્યા 46433 થઈ ગઈ છે.

તેમજ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના 3900 નવા કેસ સામે આવ્યા છે. અને 195 લોકોના મૃત્યુ થયા છે.આના પહેલા ૨૪ કલાકમાં સૌથી વધારે 83 લોકોનું મૃત્યુ થયું હતું જોકે થોડી રાહત આપતી ખબર એ પણ છે કે બીમારીથી અત્યાર સુધી 12727 લોકો સાજા થઇ ચુક્યા છે. રિકવરી રેટ સતત સુધરીને ૨૭ ટકા થઈ ગયો છે.

જણાવી દઈએ કે સંક્રમણને ફેલાવાથી રોકવા માટે દેશભરમાં lockdown લગાડવામાં આવ્યું હતું. Lockdownના હાલના તબક્કાને વધારીને 17 મે કરી દેવામાં આવ્યું છે. કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે lockdown ના ત્રીજા તબકકાનો આજે બીજો દિવસ છે. આખી દુનિયામાં કોરોનાવાયરસ ના કારણે અત્યાર સુધી અઢી લાખથી વધારે લોકોનું મૃત્યુ થયું છે.

દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના 349 કેસ નવા સામે આવ્યા છે અને આ દરમ્યાન કોઈ મૃત્યુ થયું નથી. દિલ્હીમાં અત્યાર સુધી 64 લોકોનો કોરોનાવાયરસ ના કારણે મૃત્યુ થઈ ચૂક્યું છે તેમ જ સંક્રમિતની સંખ્યા 4898 પહોંચી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *