આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યના એવા પૂર્વ મંત્રી વિશે જે પોતાની મહેનત પર પોતાનું જીવન જીવી રહ્યા છે. તે પોતાની જાતે જ ટ્રેક્ટર ચલાવે છે, ખેતી પણ જાતે જ કરે છે અને પોતાનાથી થતું તમામ કામ પોતાની જાતે જ કરે છે. નોંધનીય છે કે, તેઓ આ કામ કરવા માટે જરા પણ શરમ અનુભવતા નથી અને સાથે સાથે લોકોને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધારવાની કોશીશ કરે છે.
આજે તમને આજે એવા નેતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે નેતા પૂર્વ વન મંત્રી શબ્દસરણ તડવી છે. જેઓ આજે તેમના બાપ-દાદાની દૈન એવી ખેતી પોતાની જાતે જ કરી રહ્યા છે. તેઓ જાતે જ ટ્રેક્ટર ચલાવીને ખેતરમાં ખેતી કરે છે. સાથે જ તે જાતે જ નીંદવાનું કામ પણ કરે છે અને જાતે જ ખેતરમાં બીજ રોપવાનું કામ કરે છે. તેમને પોતાના ખેતરમાં અનેક જાતના વૃક્ષો પણ ઉગાડ્યા છે.
સૌ પ્રથમ તો તમને આ એક સામાન્ય ખેડૂત પોતાના ખેતરમાં ખેતી કરી રહ્યો હોય તેવો અહેસાસ થશે. પરંતુ સત્ય હકીકત એ છે કે, ખરેખર આ વ્યક્તિ ખુબ જ પરિશ્રમ કરીને પરસેવો પાડી રહ્યો છે. પૂર્વ વન મંત્રી શબ્દસરણ તડવીના રાજકીય ઈતિહાસ અંગે વાત કરીએ તો તેઓને ખેતીની સાથે સાથે રાજનીતિ વારસામાં મળી આવી છે. ભારતીય જનતા પાર્ટીએ 2012-13માં વિધાનસભાની ચૂંટણીમાં નાંદોદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને તેનો આખરે વિજય થયો હતો.
ત્યાર પછી તાત્કાલિક જ મુખ્યમંત્રી અને હાલના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સરકારમાં સીધા જ રાજ્યકક્ષાના વન મંત્રી બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે ઓર્ગેનિક ખેતીના ક્ષેત્રમાં ખુબ જ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે 2017માં સ્થાનિક ભાજપની જૂથબંધીમાં તેઓ ફરી વિધાનસભા ચુંટણી હારી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ વનમંત્રી હાલ ખેતી કાર્ય કરી રહ્યા છે. સાથે સાથે તેઓ આસપાસના વિસ્તારોમાં લોકોને ઓર્ગેનિક ખેતી માટે જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. સાથે તેઓ વિધાનસભાની ચૂંટણી અને ગ્રામ પંચાયતની તૈયારીઓ પણ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં 2022માં ફરી વિધાનસભામાં તેમને સ્થાન મળે છે કે નહિ તે જોવું રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.