રાજકારણનો ‘જાતિવાદી’ ખેલાડી હાર સ્વીકારી ન શક્યો-અલ્પેશે શંકર ચૌધરીનું નામ લીધા વગર કર્યો ગંભીર આક્ષેપ

આજે ગુજરાત વિધાનસભાની છ પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ત્રણ ત્રણ બેઠકો પર ભાજપ કોંગ્રેસ કબજો મેળવ્યો છે. જાતિવાદી રાજકારણ ખેલી ને ભાજપ-કોંગ્રેસના…

આજે ગુજરાત વિધાનસભાની છ પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ત્રણ ત્રણ બેઠકો પર ભાજપ કોંગ્રેસ કબજો મેળવ્યો છે. જાતિવાદી રાજકારણ ખેલી ને ભાજપ-કોંગ્રેસના રાજકારણમાં આવેલા અલ્પેશ ઠાકોર ને નાલેશી ભર્યો પરાજય હાથ આવ્યો છે. ત્યારે તે પોતાની હાર પચાવી શકતો નથી, તેવા નિવેદનો કરીને પોતે હજી શિખાઉ રાજકારણી છે તેવુ લાગી રહ્યું છે. ઠાકોર સમાજનું નામ લઈને કોંગ્રેસ નું નાક દબાવતાં રહેલા અલ્પેશ એ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો ત્યાં સુધી ઠાકોર સમાજ ને હું ક્યારેય ભાજપમાં નહીં જાવ તેવા નિવેદનો આપી ને છેતરતો રહ્યો હતો.

આજે ઠાકોર સમાજે જ્યાં ગત વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર ને ખોબલે ખોબલે વોટ આપ્યા હતા ત્યાં આ વખતે કોંગ્રેસના રઘુ દેસાઈ ને વોટ મળ્યા છે. જે જોઈને તેણે તેના રાજકીય હરીફ અને ઉત્તર ગુજરાતના રાજકારણના કિંગ ગણાતા શંકર ચૌધરી પર નામ લીધા વગર ગંભીર આક્ષેપો કરીને પોતાની હારનું ઠીકરું જાતિવાદી તત્વો પર ફોડ્યું છે. કોંગ્રેસના મજબુત ઉમેદવાર અને અલ્પેશ ઠાકોરના પક્ષપલટાના વિરોધને કારણે અલ્પેશની હાર થઇ છે તેવું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. અલ્પેશ ઠાકોર ને મળેલી હાર એ પોતાની હાર હોવાને બદલે ઠાકોર સમાજની હાર હોવાનું જણાવવા માંગે છે. જેથી હજી પણ તેને ઠાકોર સમાજની સાંત્વના મળતી રહે. ધવલસિંહએ તો નૈતિકતા પૂર્વક શાણા રાજકારણીઓની જેમ જનાદેશ નો આદર આપ્યો હતો અને પોતાની હાર સ્વીકારી હતી. પરંતુ અલ્પેશ પોતાના પરાજય અને હજી સુધી સ્વીકારી શક્યો નથી.

અલ્પેશ એ પોતાની હારને જાતિવાદી રાજકારણ ગણાવીને પોતાના મત વિસ્તારમાં રહેલા લાખો મતદારોનું અપમાન કર્યું છે. કારણકે ગુજરાત કોઈપણ વિધાનસભા કે લોકસભાની નેતા કોઈ એક સમાજ માટે કામ કરતો હતો નથી. પરંતુ બધા સમાજને સાથે રાખીને કામ કરવાનો હોય છે. અલ્પેશ ઠાકોરે હાર બાદ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, હું મારા ઠાકોર સમાજ નો આભાર માનું છું. જેણે મને ખોબલે-ખોબલે મત આપ્યા આ નિવેદન પણ એક જાતિવાદી નિવેદન ગણી શકાય કારણકે અનેક નેતાઓ ભાજપ કોંગ્રેસમાં છે. તેઓ ક્યારેય આવા નિવેદનો આપતા નથી. ત્યારે અલ્પેશ ઠાકોરે બીજાને જાતિવાદી કહેવા કરતાં પોતાના અંતરાત્મા અને પોતાની હાર નું મનોમંથન કરવું જરૂરી લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *