AM/NS India એ પ્લાસ્ટીકનો કચરો ઘટાડવાની જાગૃતિ માટે કર્યુ ‘નુક્કડ નાટક’નું આયોજન

હજીરા-સુરત, 31 મે 2023: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુકત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી પૂર્વે પ્લાસ્ટીકનો કચરો ઘટાડવા અંગે જાગૃતિ લાવવ નુક્કડ નાટકનું આયોજન કર્યુ હતું.(AM/NS India planned to organize ‘Nukkad Natak’)

સોમવારે આ નુક્કડ નાટકનું આયોજન AM/NS Indiaની પર્યાવરણ ટીમ દ્વારા  નવજાગૃતિ વિદ્યાલય, હજીરા ખાતે કરવામાં આવ્યુ હતું. વડાપ્રધાન મોદીએ ગ્લાસગોમાં રજૂ કરેલા COP26 કાર્યક્રમના અનુસંધાને મિશન LiFE (પર્યાવરણ માટેની જીવનશૈલી)ના ભાગ તરીકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજિયોનલ ઓફિસર ડો. જિજ્ઞાશા ઓઝા, AM/NS India ખાતે પર્યાવરણ વિભાગન હેડ શંકરા સુબ્રમણ્યન, AM/NS India સીએસઆર લીડ કિરણસિંહ સિંધા,  સ્કૂલના આચાર્ય  ડો. મિતેશકુમાર પારેખ અને હજીરા ગામના નાયબ સરપંચ રોહિત પટેલ સહિત શાળાનાં બાળકો અને તેમનાં માતા-પિતા સહિત 150 પ્રેક્ષકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત શ્રી સુબ્રમણયને જણાવ્યું હતું કે, “પ્લાસ્ટીકના કચરાની જોખમી અસરો અને પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા માટેની જાગૃતિ લાવવી મહત્વની બાબત છે અને અમે પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે કટિબધ્ધ છીએ. નુક્કડ નાટકથી આ સંદેશો સરળ અને અસરકારક રીતે રજૂ થયો છે. આ કાર્યક્રમે જે પ્રતિભાવ મળ્યો છે, તેનો અમને આનંદ છે.”

આ કાર્યક્રમમાં પ્લાસ્ટીકનો કચરો ઘટાડવા અંગેની વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એમાં ‘પ્લાસ્ટીકને જાકારો આપો’ વિશે નવજાગૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ કરેલા નુક્કડ નાટકનો સમાવેશ થતો હતો.  એક વિદ્યાર્થીનીએ પ્લાસ્ટીકનો ઉપયોગ નહીંક કરવા અંગે વક્તવ્ય પણ આપ્યું હતું. આ સમારંભમાં “પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા” અંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રજૂ કરેલા અન્ય નુક્કડ નાટકનો પણ સમાવેશ થતો હતો.

પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા અંગેના 3R’s (Reduce, Reuse and Recycle) અંગેના મહત્વના સિધ્ધાંતને સાંકળતો આ કાર્યક્રમ ખબૂ મહત્વનો પૂરવાર થયો હતો.

આર્સેલર મિત્તલ વિશે માહિતી…

આર્સેલર મિત્તલ એ વિશ્વની અગ્રણી સ્ટીલ અને ખાણકામ કંપની છે, જે 60 દેશોમાં હાજરી ધરાવે છે અને 16 દેશોમાં પ્રાથમિક સ્ટીલ નિર્માણ સુવિધાઓ ધરાવે છે. 2021 માં આર્સેલર મિત્તલની આવક $76.6 બિલિયન અને ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 69.1 મિલિયન મેટ્રિક ટન હતું, જ્યારે આયર્ન ઓરનું ઉત્પાદન 50.9 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચ્યું હતું. અમારો હેતુ હંમેશા વધુ સ્માર્ટ સ્ટીલ્સનું ઉત્પાદન કરવાનો છે જે લોકો અને ગ્રહ માટે સકારાત્મક લાભ ધરાવે છે. નવીન પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને બનાવેલ સ્ટીલ્સ જે ઓછી ઉર્જા વાપરે છે, નોંધપાત્ર રીતે ઓછા કાર્બનનું ઉત્સર્જન કરે છે અને ખર્ચ ઘટાડે છે. સ્ટીલ્સ કે જે સ્વચ્છ, મજબૂત અને ફરીથી વાપરી શકાય તેવી છે. ઈલેક્ટ્રિક વાહનો માટે સ્ટીલ્સ અને રિન્યુએબલ એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે જે આ સદીમાં પરિવર્તન કરતી વખતે સોસાયટીઓને ટેકો આપશે. અમારા મૂળમાં સ્ટીલ સાથે, અમારા સંશોધનાત્મક લોકો અને હૃદયમાં એક ઉદ્યોગસાહસિક સંસ્કૃતિ સાથે, અમે તે પરિવર્તન કરવામાં વિશ્વને સમર્થન આપીશું. આ તે છે જે અમે માનીએ છીએ કે તે ભવિષ્યની સ્ટીલ કંપની બનવાની જરૂર છે. આર્સેલર મિત્તલ ન્યૂ યોર્ક (MT), એમ્સ્ટરડેમ (MT), પેરિસ (MT), લક્ઝમબર્ગ (MT) અને બાર્સેલોના, બિલબાઓ, મેડ્રિડ અને વેલેન્સિયા (MTS) ના સ્પેનિશ સ્ટોક એક્સચેન્જો પર સૂચિબદ્ધ છે.

નિપ્પોન સ્ટીલ કોર્પોરેશન વિશે માહિતી…

નિપ્પોન સ્ટીલ કોર્પોરેશન એ જાપાનની સૌથી મોટી અને 15 થી વધુ દેશોમાં મૂલ્ય વર્ધિત સ્ટીલ ઉત્પાદનોની વિશાળ શ્રેણી સાથે વિશ્વની અગ્રણી સંકલિત સ્ટીલ ઉત્પાદકોમાંની એક છે. નિપ્પોન સ્ટીલમાં ચાર બિઝનેસ સેગમેન્ટ્સ છે: સ્ટીલમેકિંગ અને સ્ટીલ ફેબ્રિકેશન, એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન, કેમિકલ્સ અને મટિરિયલ્સ અને સિસ્ટમ સોલ્યુશન્સ. નિપ્પોન સ્ટીલ વિશ્વની અગ્રણી તકનીકો અને ઉત્પાદન ક્ષમતાઓને અનુસરશે અને ઉત્તમ ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરીને સમાજમાં યોગદાન આપશે. વર્તમાન અને ભવિષ્યમાં “વિશ્વની અગ્રણી ક્ષમતાઓ સાથે શ્રેષ્ઠ સ્ટીલ નિર્માતા” બનવા માટે સતત વિકાસ કરવાના ઉદ્દેશ્ય સાથે, નિપ્પોન સ્ટીલે મધ્યમથી લાંબા ગાળાની વ્યવસ્થાપન યોજના અપનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *