one crore Mameru in Haryana: એક મામાએ પોતાની ભાણીના લગ્નમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ ભાત (મામેરું) ભરીને એવો દાખલો બેસાડ્યો કે માત્ર પાડોશમાં જ નહીં પરંતુ દેશભરમાં તેની ચર્ચા થવા લાગી છે. ભાઈએ વિધવા બહેનના ઘરમાં નોટોનો ઢગલો મૂકી દીધો. સમગ્ર રૂ. 1 કરોડ, 1 લાખ, 11 હજાર 101 રોકડમાં આપવામાં (one crore Mameru in Haryana) આવ્યા હતા. એટલું જ નહીં, તેણે કરોડો રૂપિયાની જ્વેલરી પણ આપી. આ ભાતમાં આપેલા મામેરના વીડિયોની ખૂબ ચર્ચા થઈ રહી છે.
જીજાજીનું મોત થયું, બહેન એકલી
વાસ્તવમાં રેવાડીથી પસાર થતા દિલ્હી-જયપુર હાઈવેને અડીને આવેલા અસલવાસ ગામના રહેવાસી સતબીરની બહેનના લગ્ન સિંદરપુરમાં થયા હતા, પરંતુ તે લાંબા સમયથી રેવાડી શહેરના ગઢી બોલની રોડ પર પડયાવાસ પાસે પરિવાર સાથે રહે છે. સતબીરની એકમાત્ર બહેનના પતિનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું. તેની એક જ ભાણી છે, જેનાં લગ્ન પહેલાં ભાઈએ મામેરાની વિધિ કરવા માટે તેના ગામના થોડા લોકો સાથે બહેનના ઘરે પહોંચ્યો.
નોટોનો ઢગલો કરી દીધો
સાંજના સમયે જયારે મામેરાની વિધિ શરૂ થઇ ત્યારે ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. સતબીરે તેની બહેનના ઘરે 500 રૂપિયાની નોટોના બંડલનો ઢગલો કર્યો. 1 કરોડ, 1 લાખ, 11 હજાર 101 રૂપિયાની સમગ્ર રકમ રોકડમાં આપવામાં આવી હતી. એટલું જ નહીં, સતબીરે તેની બહેન અને ભણીને કરોડો રૂપિયાના ઘરેણાં અને અન્ય વસ્તુઓ પણ આપી હતી. મામેરા આપતી વખતે બનાવેલા વીડિયોમાં રોકડ અને દાગીનાના બંડલ આપ્યાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
સતબીર ક્રેનનો વેપારી છે
તમને જણાવી દઈએ કે સતબીરનો પોતાનો ક્રેનનો બિઝનેસ છે. તે ગામમાં જ તેના પરિવાર સાથે રહે છે. સારી એવી જમીનનો માલિક સતબીર શરૂઆતથી જ તેની બહેનને મદદ કરતો આવ્યો છે. આવી સ્થિતિમાં જ્યારે તેની બહેનની દીકરીના લગ્ન આવ્યા ત્યારે તેણે મામેરાના રૂપમાં એવો દાખલો બેસાડ્યો કે હવે આખા દેશમાં તેની ચર્ચા થઈ રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube