Ambalal Patel Rain Forecast in Gujarat: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી(Ambalal Patel Forecast In Gujarat) સંકટના વાદળો ઘેરવા જઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં ફરી એકવાર હિલચાલ જોવા મળી છે, આ હિલચાલથી ગુજરાતમાં ફરીથી વરસાદનો મોટો રાઉન્ડ આવશે અને ગુજરાત પાણી પાણી થઇ શકે છે. મળતી માહિતી અનુસાર, હાલમાં બંગાળની ખાડીમાં ફરી એક મોટી હિલચાલ જોવા મળી રહી છે,
આગામી ઓગસ્ટ મહિનામાં ફરી વરસાદી માહોલ જામશે, ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. બંગાળના દરિયો ફરી ડામાડોળ થવાની માહિતી સામે આવી છે. બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં વર્તાશે.
અંબાલાલ પટેલ આગાહી કરી છે કે, આજે એટલે કે તારીખ 26 જુલાઈ પછી વરસાદનું જોર ઘટશે, અમુક સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર ઘટશે, જોકે, આવનારી તારીખ 27 જુલાઈથી 5 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતના કેટલાય ભાગોમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, વિરમગામના કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ખેડા, નડિયાદ, આણંદ અને જંબુસરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ આ દરમિયાન ભારે વરસાદ ખાબકશે.
ઓગસ્ટમાં પણ ધોધમાર
અંબાલાલે એમ પણ જાણવ્યું છે કે હવાના હળવા દબાણ રાજસ્થાન એ પાકિસ્તાન તરફ રહેવા જોઈએ તેના બદલે હવાનું દબાણ ગુજરાત અને બંગાળના ઉપસાગર પણ રહેશે અને આ કારણે જ તરત વરસાદ પણ આવી શકે છે. ત્યારે અંબાલાલ પટેલ આ પ્રકારના ચોમાસાને નવીન જાતનું અને અજબ ગજબ વાળું ચોમાસુ ગણાવી રહ્યા છે. તે ઉપરાંત તેમને ઓગસ્ટ મહિનામાં 2થી 4 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube