ગુજરાત(Gujarat): દેશભરમાં આજકાલ અનોખું જ હવામાન જોવા મળી રહ્યું છે. હાલ ગુજરાત(Gujarat)માં કાળઝાળ ગરમી પડી રહી છે આ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.
હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું અનુમાન છે કે, માર્ચ મહિનાના પહેલાં અઠવાડિયામાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજથી ઉતર ગુજરાતના કચ્છમાં ઉત્તર ભાગોમાં વાદળછાયુ વાતાવરણની શરુઆત થઈ જશે. જેના કારણે અન્નદાતાઓમાં ચિંતાનો માહોલ છે.
ગુજરાતમાં હાલ ડબલ ઋતુ અનુભવાઈ રહી છે. ત્યારે 4 થી 8 માર્ચ સુધી માવઠાની આગાહી થઈ છે. જોકે, હવામાન નિષ્ણાતનું માનવું છે કે માવઠાંની તીવ્રતા ઓછી હશે. ધોધમાર વરસાદ નહીં પડે. પરંતુ આ વરસાદ 60 થી 70% ને આવરી લેશે.
રાજ્યમાં માવઠાની આગાહી
ગુજરાતમાં હાલ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે 4થી 8 માર્ચ સુધીમાં રાજયમાં માવઠું થવાની શક્યતા છે. 4થી 8 માર્ચ સુધીમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે 4થી 8 માર્ચ સુધીમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.
જેના કારણે અન્નદાતાઓમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. ગુજરાતમાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે, જ્યારે બપોર પછી ભારે ગરમી અનુભવાય છે. એટલે કે હાલ રાજ્યમાં ડબલ ઋતુ અનુભવાઈ રહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યના નાગરિકોએ આગામી દિવસોમાં ઉનાળાની કાળઝાળ ગરમી સહન કરવી પડશે.
તો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં 14થી 19 માર્ચ સુધી પણ વાતાવરણ પલટાઈ શકે છે. 24થી 26 માર્ચ સુધી દરિયામાં હલચલ વધી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.