Ambalal patel prediction Cyclone Biporjoy: બિપોરજોય (Biporjoy) વાવાઝોડા (Cyclone) ને લઈને અંબાલાલ પટેલે વધુ એક વખત આકરી આગાહી કરી છે. અંબાલાલ પટેલ (Ambalal patel) નું માનવું છે કે, છેલ્લા 50 વર્ષનો આ સૌથી મોટું વાવાઝોડું સાબિત થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા તૂટી પડશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, આ વાવાઝોડાની અસર 50 વર્ષમાં સૌથી મોટી છે. છેલ્લા 50 વર્ષમાં આટલું વિશાળ વાવાઝોડું આવ્યું નથી. રાજ્યમાં ગાજવીજ અને ધૂળના તોફાનો પણ આવી શકે છે. સાથે જ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ પણ આવશે.
વાવાઝોડાને લઈને ગુજરાતનું વહીવટી તંત્ર દોડતું થયું છે. સાથે જ રાજ્યના દરિયાઈ વિસ્તારમાં ચિંતાનો વધારો થયો છે. કારણ માત્ર એટલું છે કે, વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ સક્રિય થયા છે. જણાવતા કહ્યું કે, છેલ્લા 50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું આ વર્ષે ત્રાટકશે.
ભારે પવન સાથે આવશે વરસાદ
હવામાન અંબાલાલ પટેલે જણાવતા કહ્યું કે, 50 વર્ષમાં બિપોરજોય વાવાઝોડાની અસર સૌથી વધારે છે. સાથે જ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, સાથે જ ધૂળના તોફાનો પણ આવી શકે છે.
માંગરોળ અને દ્વારકામાં વર્તાશે સૌથી વધુ અસર
અંબાલાલ પટેલે વધુમાં જણાવતા કહ્યું કે, બિપોરજોય વાવાઝોડાની અસર સૌથી વધારે ઓખા, દ્વારકા અને માંગરોળમાં દેખાશે. સાથે જ વેરાવળ ગીર સોમનાથ ભાવનગર અને અમરેલીમાં પણ બિપોરજોય વાવાઝોડાની અસર દેખાશે. આવનારી 12 થી 16 જૂન સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.