ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી(Rain forecast) હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે, 8 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ(Heavy rain) વરસે તેવી આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે, સૌરાષ્ટ્ર પંથકમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બેથી ત્રણ સિસ્ટમ એક સાથે સર્જાતાં ગુજરાતમાં સારો વરસાદ થશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી?
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું હતું કે, આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની ખાબકી શકે છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
બીજી તરફ તારીખ 6 ઓગસ્ટ એટલે કે આજ રોજ 3 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 7 ઓગસ્ટના રોજ રાજ્યના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 8 ઓગસ્ટના રોજ 9 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
10 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી:
અમે તમને જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઇને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે, ‘મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની પ્રબળ સંભાવના છે. તારીખ 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.’
અંબાલાલ પટેલે વધુમાં જણાવતા કહ્યું છે કે, ‘રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળ સપાટીમાં પણ વધારો થશે. આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની ખાબકી શકે છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.