હિન્દી સિનેમાના પહેલાં સુપરસ્ટાર ‘રાજેશ ખન્ના’ સાથે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બંને એકસાથે…

હિન્દી સિનેમાના પહેલાં સુપરસ્ટાર રંગીન મિઝાજ ધરાવતા રાજેશ ખન્નાનો એક અનોખો દૌર હતો. છોકરીઓ તેમની એક ઝલક જોવા માટે ગાંડી થતી હતી. તે સમયની યુવતીઓના કાકા એટલે રાજેશ ખન્ના, છોકરીઓ રાજેશ ખન્ના માટે એટલી દિવાનગી હતી કે ઘણી યુવતીઓએ તો રાજેશ ખન્નાને પોતાનો પતિ જ માની લીધો હતો. ઘણી યુવતીઓ તો રાજેશ ખન્નાનો ફોટો પોતાના ઓશીકા નીચે રાખીને સૂતી હતી. રાજેશ ખન્ના પોતાના પોતાની પર્સનલ લાઈફ અને અફેર માટે ખૂબ જ ચર્ચામાં હતા.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાજેશ ખન્નાને પ્રેમથી ‘કાકા’ કહેવામાં આવતા હતા. તેઓ જ્યારે સુપરસ્ટાર હતા, ત્યારે એક કહેવત ખૂબ પ્રખ્યાત હતી – ઉપર આકા અને નીચે કાકા, ચારે બાજુ માત્ર કાકા. છોકરીઓમાં રાજેશ ખન્ના ખૂબ જ લોકપ્રિય હતા. ઘણી એવી છોકરીઓ હતી જે તેમણે લોહીથી પત્રો લખ્યા હતી ત્યારે કેટલાકે તો તેમના ફોટા સાથે લગ્ન પણ કર્યા હતા. ત્યારે કેટલાકે તો તેમના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું.

ઘણી અભિનેત્રીઓ સાથે રાજેશ ખન્નાનું નામ જોડાયેલું છે. પરંતુ તેમના લગ્ન ડિમ્પલ કાપડિયા સાથે થયા હતા. કહેવાય છે કે ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા બાદ પણ રાજેશ ખન્ના ટીના મુનીમ સાથે સંબંધમાં રહ્યા હતા. કાકા ટીનાને ખૂબ પ્રેમ કરતા હતા. મળેલી માહિતી અનુસાર આ સંબંધ કાકાએ પણ છુપાવ્યો ન હતો. અહેવાલો અનુસાર રાજેશ ખન્નાએ એક ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે તે ટીનાને એટલો પ્રેમ કરે છે કે તેઓ બંને એક જ ટૂથબ્રશ વાપરે છે. તેમનું આ ઈન્ટરવ્યુ ખૂબ ચર્ચામાં હતું.

ટીનાની ઈચ્છા હતી કે, રાજેશ ડિમ્પલને છૂટાછેડા આપી દે અને તેની સાથે લગ્ન કરે. રાજેશ પણ તેવું ઈચ્છતો હતો તેમ છતાય તેવું કરી શકતો ન હતો. તે ક્યાંક ડિમ્પલ સાથે રોમેન્ટિક રીતે પણ જોડાયેલો હતો. ત્યારે ટીનાને લાગ્યું કે રાજેશ તેની મજાક કરી રહ્યો છે. ત્યાર બાદ લાંબી રાહ જોયા બાદ ટીનાએ તેની સાથે સંબંધ તોડવાનું નક્કી કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *